ટેલિવિઝનના ડ્રામા શૉ નાગિનની ફરી એકવાર વાપસી થવા જઇ રહી છે. પ્રોડ્યુસર એકતા કપૂરના આ શૉના પહેલા પણ બે ટીઝર આવી ચુક્યા છે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જે પછી હવે શૉનું ત્રીજુ ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. જો કે આ વખતે શૉની સ્ટારકાસ્ટ સંપૂર્ણરીતે નવી છે. આ સીઝનમાં મૌની રૉય અને અદા ખાન નાગિન કરીકે જોવા નહી મળેય આ વખતે શૉમાં કરિશ્મા તન્ના, અનિતા હસનંદાની જોવા મળશે.
જો કે તમને જણાવી દઇએ કે શૉમાં કરિશ્મા તન્ના અને અનિતા હસનંદાની આ શૉમાં લીડ રૉલમાં નથી પરંતુ સુરભી જ્યોતિ લીડ રોલમાં છે. થોડા સમય પહેલા જ એકતા કપૂરે આ શોના બે પ્રોમો રીલીઝ કર્યા હતાં જેમાં અનિતા અને કરિશ્માના લુકને રિલિઝ કરવામાં આવ્યો હતો જે પછી હવે શૉના નવા ટીઝરને પણ રિલિઝ કરી દેવામાં આવ્યું છે. આ ટીઝરમાં અનિતા, કરિશ્મા અને સુરભી ત્રણેય જોવા મળી રહ્યા છે. જો કે હજુ સુધી આ શૉમાં સુરભીના લુકને રિલિઝ કરવામાં આવ્યું નથી. જો કે હવે જોવુ રહ્યું કે આ ત્રણેય એક્ટ્રેસને દર્શકો તરફથી મૌની રૉય જેટલો પ્રેમ મળે છે કેમ.