ટીવીના ફેમસ શૉ નાગિનની ત્રીજી કડી ટૂંક સમયમાં ઑન એર થવા જઇ રહ્યો છે. આ વખતે નાગિનની નવી સીઝનમાં અગાઉની સીઝનની કાસ્ટ જોવા નહી મળે. નવી સીઝનમાં ફ્રેશ કાસ્ટ જોવા મળશે. નાગિનના લીડ રોલમાં કરિશ્મા તન્ના જોવા મળશે.
કરિશ્માએ આ શૉના પ્રોમોના શૂટના વિડિયો અને તસવીરો પોતાના ફેન્સ સાથે શેર કરી છે.
કરિશ્મા તન્નાએ શુટિંગના લોકકેશન્સની અનેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એકવાર ફરીથી નાગિનમાં જોવા મળતા સૂમસામ મંદિર અને હવેલીનો કોન્સેપ્ટ જોવા મળશે.
પ્રોમો શૂટ દરમિયાન કરિશ્માનો નાગિન લુક શાનદાર લાગી રહ્યો છે. નાગિનના લુકમાં કરિશ્મા ખૂબ જ સુંદર લાગી રહી છે.
નાગિન 3ના પ્રોમો માટે કરિશ્મા મોડી રાત સુધી શુટિંગ કરી રહી છે.
ફેન્સ મૂળ સિરિઝની નાગિન મૌની રૉયને ફરીથી નાગિન અવતારમાં જોવા ઇચ્છે છે. પરંતુ હવે મૌની રૉય નાના પડદે નહી પરંતુ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. જો કે કરિશ્મા આ લુકમાં મૌનીની ટક્કર આપી રહી છે.
નાગિન 3માં કરિશ્મા તન્ના ઉપરાંત યે હે મહોબ્બતે ફેમ એક્ટ્રેસ અનીતા હસનંદાની પણ જોવા મળશે.