GSTV
Home » News » પાયલટ નીતિનભાઈ ન બની શક્યા અને કદ પ્રમાણે વેતરાઈ ગયા, હાઈકમાન્ડની નારાજગી નડી

પાયલટ નીતિનભાઈ ન બની શક્યા અને કદ પ્રમાણે વેતરાઈ ગયા, હાઈકમાન્ડની નારાજગી નડી

રાજસ્થાનમાં પાયલોટ અને અશોક ગહેલોત વચ્ચે મુખ્યમંત્રી બનવા માટે થયેલી રસાકસી બાદ આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું હોય તેમ ગેહલોતને મુખ્યમંત્રી અને પાયલટને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ભાજપની ફોર્મ્યુંલા અપનાવાઇ હતી. જેમાં મંત્રી મંડળમાં બંને નેતાઓના વફાદારોને યોગ્ય સ્થાન મળશે તેમ પણ કોંગ્રેસ દ્વારા બાંહેધરી અપાઈ હતી. હવે રાજસ્થાનમાં મંત્રીપદની વહેંચણીમાં અશોક ગહેલોત સમ્રાટ પૂરવાર થયા છે. પાયલટને કદ પ્રમાણે વેતરી દેવાયા છે. જેની અસર અાગામી લોકસભામાં પડે તેવી પૂરી સંભાવના છે. રાજસ્થામાં 5 વર્ષ મહેન્ત કરી પાયલટે જમીન તૈયાર કર્યા બાદ તૈયાર ભાણામાં ગહેલોતને જમવા માટે બેસાડી દેવાયા છે. પાયલટે નાયબ મુખ્યમંત્રી પદ તો મેળવ્યું છે પણ મહત્વના ખાતા એવા નાણાં , શહેરી વિકાસ કે ગૃહમાંથી એક પણ ખાતુ પાયલટને મળ્યું નથી. ગુજરાતમાં ખાતાની વહેંચણીમાં નીતિનભાઈ સાથે પણ આ જ થયું હતું પણ નીતિનભાઈએ રિસાઈને નાણાં ખાતું મેળવ્યું હતું જોકે, પાયલટ આ નથી કરી શક્યા. જેનો સીધો ફાયદો અશોક ગહેલોતને થયો છે.

કદાવર ખાતા ગહેલોતે પોતાની પાસે રાખ્યા

રાજસ્થાન મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલા મંત્રીઓને ખાતા ફાળવાયા છે. જેમાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતે પોતે ગૃહ અને નાણા ખાતા પોતાની પાસે રાખ્યા હતા જ્યારે તેમના નાયબ સચિન પાયલોટને ફાળે જાહેર બાંધકામ, પંચાયતી રાજ, વિજ્ઞાાન અને ટેકનોલોજી તેમજ આંકડા ખાતા આવ્યા હતા. કેબિનેટ સચિવ દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર, મુખ્ય પ્રધાન અને પાયલોટ ઉપરાંત ૧૩ કેબિનેટ અને દસ રાજ્ય કક્ષાના મંત્રીઓને  બુધવારે રાત્રે રાજ્યપાલ કલ્યાણ સિંહ દ્વારા ખાતા ફાળવાયા હતા.

પાયલટને વેતરી દેવાયા

સોમવારે એકંદરે ૨૩ મંત્રીઓને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ગેહલોત અને પાયલોટે નવી દિલ્હી જઇ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાઇ હતી. ગૃહ અને નાણા જેવા મહત્વનાં ખાતાઓ અંગે ગેહલોત અને પાયલોટ વચ્ચે વિવાદ સર્જાતાં ખાતા ફાળવણીનો નિર્ણય બાકી રાખવામાં આવ્યો હતો. મંત્રી બી ડી કલ્લાને ઊર્જી, જાહેર આરોગ્ય,કળા અને સંસ્કૃતિ જેવા ખાતા ફાળવાયા હતા. અશોક ચાંદલાને રમત ગમત સહિત યુવા બાબતોનો ખાતું મળ્યું હતું. અશોક ચાંદના પોતે જ પોલોના સારા ખેલાડી છે.

પ્રમોદ ભાયાને ખાણ ખાતાનો હવાલો મળ્યો

ઉદ્યોગ ખાતું પ્રસાદી લાલને તો સામાજીક ન્યાય અને સશક્તિકરણનો હવાલો ભંવરલાલ મેઘવાલને મળ્યો હતો. લાલ કટારિયાને આરોગ્ય તો રધુ શર્માને માહિતી અને જન સંપર્ક ખાતા મળ્યા હતા.પ્રમોદ ભાયાને ખાણ ખાતાનો હવાલો મળ્યો હતો. દેવ સ્થાન અને  પ્રવાસન જેવું રાજસ્થાન માટે મહત્ત્વનું ખાતું વિશ્વેન્દરને મળ્યું છે. સાલેહ મુહમ્મદને લઘુમતી બાબતો અને વકફ ખાતા મળ્યા હતા.

Related posts

પાકિસ્તાનની ફરી કિરકિરી, આરોપો પર ટ્વિટરે આપ્યો જડબાંતોડ જવાબ

Kaushik Bavishi

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણી પ્રભારીઓ સાથે શાહ-નડ્ડાની બેઠક, જવાબદારીઓ સોંપી

Mansi Patel

મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે US રક્ષામંત્રી સાથે કરી વાત: કહ્યું- કાશ્મીર આંતરિક મામલો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!