GSTV
India News Trending

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એન.ડી.તિવારી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એન. ડી. તિવારી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રો મુજબ. શનિવારે તિવારીની તબિયત વધુ ખરાબ થઈ હતી. 92 વર્ષીય એન. ડી. તિવારીને ગત વર્ષ સપ્ટેમ્બરમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સૂત્રો મુજબ હવે તિવારીની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. તેમને આઈસીયૂમાં શિફ્ટ કરવાના પણ સંકેત આપવામાં આવ્યા છે. જો કે સૂત્રોએ તિવારીને આઈસીયૂમાં શિફ્ટ કરાયાની પુષ્ટિ કરી નથી.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર રાવતે હિંદીમાં ટ્વિટ કરીને કહ્યુ છેકે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત સાથે ફોન પર વાત કરીને તેમની તબિયતની જાણકારી લીધી છે. ઉત્તરાખંડના લોકો તરફથી તિવારીના ઝડપથી સારા તઈ જવાની શુભકામના કરું છું.

Related posts

કેજરીવાલની સરકારે ઈમામોને અપાતા પગાર સામે RTI કરાઈ હતી દાખલ, માહિતી આયોગે પસાર કર્યો આદેશ

Hardik Hingu

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાનીમાં પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે રાખો હૃદયની સંભાળ

Akib Chhipa
GSTV