GSTV

ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય / જ્યાં મૃતદેહો બાળવાની પ્રથા હોય એવી ભૂમિ પરથી સંખ્યાબંધ શબપેટીઓ મળી આવી! સિનૌલીની અનોખી કથા!

સિનૌલી

Last Updated on September 17, 2021 by Lalit Khambhayata

ભારતવર્ષની ધરા પર ઘણી સંસ્કૃતિ વિકસી અને વિનાશ પામી છે. ભારતમાં પૂર્વમાં (હાલના પાકિસ્તાનમાં) સિંધુ નદીના કાંઠે વિકસેલી હરપ્પા અને મોહેં જો દરો સભ્યતાના જે અવશેષો આપણને મળ્યા છે તે ભારત માટે ખૂબ ગર્વની વાત છે. સિંધુ ખીણની સભ્યતા પેહલા અને પછી પણ ભારતવર્ષના અન્ય સંસ્કૃતિ વિકાસ પામી હોવાનું  ઘણા નિષ્ણાંતો માને છે. 2005માં ભારતમાં ઉત્તર પ્રદેશમાં હાથ ધરાયેલા ઉત્ખનનમાં તેવી જ એક સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. ભારતમાં વર્ષોથી તેવું માનવામાં આવતું હતું કે આપણા પૂર્વજો પૂર્વ દિશામાં સિંધુ નદીની પેલે પારથી ભારતમાં આવીને વસ્યા હતા પણ હાલમાં ઉત્તર પ્રદેશ ખાતે થયેલા ઉત્ખનનમાં નવી સંભાવનાઓ સામે આવી છે.

દિલ્હીથી 60 કિમીના અંતરે ઉત્તરપ્રદેશના બાઘપટ વિસ્તારમાં એક વાર ગાયો ચરાવતા ગોવાળોને કોઈ ટેકરા જેવી જગ્યા મળી આવી હતી. સાથેજ આ વિસ્તારના ખેડૂતોને ઘણી વાર ખેતીકામ કરતા સમયે તાંબાના વાસણો પણ મળી આવતા હતા. શેરડીના ઊભા ખેતર વચ્ચે મળી આવેલા આ ટેકરાની વાત દિલ્હી સુધી પહોંચી અને ભારતિય પુરાતત્વ વિભાગે શોધખોળ હાથ ધરી. ભારતિય પુરાતત્વ વિભાગના ડી વી શર્માના નેતૃત્વમાં સપ્ટેમ્બર 2005માં આ જગ્યા પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. શર્મા અને તેમની ટીમને 2006 સુધીમાં તે ટેકરા નીચેથી 116 કબર મળી આવી જેમાંથી એકમાં પણ શબપેટી ન હતી. પ્રથમ નજરે શર્મા અને તેમની ટીમે તારણ કાઢ્યું કે આ કબર હરાપ્પાના સમયની અથવા તેની પેહલાના અમુક વર્ષો દરમ્યાન તૈયાર કરી હોવી જોઇએ. જોકે જ્યારે કાર્બન ડેટિંગ પ્રક્રિયા કરવામાં આવી ત્યારે  જાણવા મળ્યું કે આ કબર ઈસવીસન પૂર્વે 1865થી 1550 વચ્ચેની છે એટલે એક વાત પાક્કી હતી કે હરાપ્પા સાથે તેને કોઈ લેવા દેવા નથી. જોકે આ કબ્રસ્તાનની શોધ પણ એક નવું સીમાચિહ્ન સાબિત થયું હતું કેમ કે સમગ્ર એશિયામાં એક સાથે આટલી કબર મળી હોવાનો આ પ્રથમ દાખલો હતો.

સિનૌલીમાં એવું તે શું મળી આવ્યું?

2005માં થયેલા ઉત્ખનન સમયે પુરાતત્વ ખાતાને જે કબર મળી આવી હતી તેની આસપાસ ઢગલાબંધ વાસણ મૂકવામાં આવ્યા હતા. આ વાસણને ખાસ લાશના માથા નજીક રાખવામાં આવ્યા હતા અને આ વાસણની માત્ર એકી સંખ્યામાં રાખવામાં આવી હતી એટલે કે 3,5,7 અથવા 11 વાસણ જ એક સાથે મુકેલા જોવા મળ્યા હતા. સમગ્ર ભારતવર્ષમાં પૌરાણિક કાળથી મૃતદેહને બાળી નાખવાની પ્રથા છે તો પછી અચાનક ભારતની રાજધાની નજીક આટલી બધી કબર ક્યાંથી મળી આવી તે સવાલ સૌ નિષ્ણાંતો માટે વિસ્મયકારક હતો. આ સવાલનો જવાબ શોધવા માટે અને મળેલા અવશેષ વિશે વધુ જાણકારી મેળવવા માટે  2005-06 દરમ્યાન મળેલા અવશેષોને સલામતીપૂર્વક પુરાતત્વ વિભાગ દ્વારા ત્યાંથી ખસેડવામાં આવ્યા. 116 કબરનું રહસ્ય હજી અકબંધ હતું ત્યાં તેર વર્ષ બાદ 2018માં ફરી સિનૌલીની ધરામાંથી તાંબાના વાસણ મળવાના શરૂ થયા. 2018માં હાથ ધરાયેલું સિનૌલીનું ઉત્ખનનના કારણે જોકે આ સંસ્કૃતિ વિશેનું રહસ્યને વધુ ઊંડું બનવાનું હતું.

2018માં ડૉ સંજય મંજુલના નેતૃત્વમાં સિનૌલીનું ઉત્ખનન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આ વખતના ઉત્ખનનમાં નિષ્ણાતોને ત્રણ રથ, એક તાંબાની તલવાર, સ્ત્રી-પુરુષ બંને માટેની ઢાલ, ચાર પાયા વાળી એક શબપેટી અને તાંબાના વિવિધ આકારના વાસણ મળી આવ્યા. સિંધુ ખીણની સંસ્કૃતિની સરખામણીએ અને સંભાળવામાં નાની લાગતી આ શોધ હકીકતમાં ખૂબ મોટી હતી કારણ કે સિનૌલી ખાતે મળેલી આ તમામ વસ્તુઓ વિશે આજદિન સુધી ભારતવર્ષના કોઈએ સાંભળ્યું પણ નહતું.

શા માટે સિનૌલીમાં મળેલી આકૃતિઓ અનોખી છે ?

સિનૌલી ખાતે ઉત્ખનન સમયે પુરાતત્વવિદને જે રથ અને શબપેટી મળી આવ્યા હતા તેણે નિષ્ણાંતો માટે સૌથી વધુ સવાલ પેદા કર્યા છે. સિનૌલી ખાતે જે રથ મળી આવ્યો છે તેના પૈડામાં વચ્ચે તાંબાના ત્રિકોણકાર પંખીયા જોવા મળે છે જેની સાથે આ રથ માત્ર એક જ સવાર માટે પૂરતો છે જેના આધારે તેવું માની શકાય કે આ રથ યુદ્ધ સમયે વાપરતો હોવો જોઇએ. પૈડાની વાત કરીએ તો ત્રિકોણ પંખિયા વાળા પૈડા સમગ્ર અર્યવતમાં ક્યારેય વાપરવામાં આવતા જ નહતા તદુપરાંત ભારતમાં વર્ષોથી લાકડાના બનેલા રથ વાપરવાનો રિવાજ છે માટે જ્યારે તાંબાના પંખિયા વાળા રથ ભારતની ભૂમિ પર મળી આવતા ઘણા સવાલ ઊભા થયા છે.

સિનૌલી ખાતે મળી આવેલી બીજી અનોખી વસ્તુ શબપેટી છે. આ શબપેટી સંપૂર્ણ પણે પથ્થરથી બનેલી છે અને તેની નીચે ચાર વણાંકદાર પાયા લાગેલા છે. આ શબપેટી એક પૂર્ણ લંબાઈના માણસ માટે પૂરતી છે જેની સાથે સાથે આ શબપેટીમાં લાશને મૂક્યા બાદ તેને સંપૂર્ણ પણે સજ્જડ બંધ કરી દેવામાં આવતી હતી જેથી લાંબા સમય સુધી લાશ સચવાય રહે. આ શબપેટી ના ઢાંકણ ઉપર શિંગડા વાળુ મુકુટ પેહરેલી આંઠ આકૃતિ દોરેલી છે જેને નિષ્ણાંતો યમદુતનું રૂપ ગણે છે. આ શબપેટીની રચના જ જોકે સૌથી મોટો સવાલ છે કારણ કે સૌપ્રથમ તો ભારતિય સંસ્કૃતિમાં શબને બાળી નાખવાની પ્રથા છે માટે ભારતની ભૂમિ પર આ પ્રકારની શબપેટી મળવી અશક્ય છે. તે ઉપરાંત સજ્જડ રીતે બંધ કરેલી અને પાયા વાળી શબપેટીનો વપરાશ આજદિન સુધી કોઈ પણ વિકસિત સંસ્કૃતિમાં સાંભળવા નથી મળ્યો માટે ભારતમાં આ શબપેટીનું મળવું કઈ વાતનો ઈશારો છે તે સમજવું ઘણી અઘરું છે. સિનૌલી ખાતે મળેલા શબપેટીની આસપાસ વિવિધ આકારના વાસણ પણ મળી આવ્યા હતા જે વળી આ શોધને એક અનોખી દિશા આપે છે. શબ સાથે કબરમાં વાસણ મૂકવાની મૂળ પ્રથા ઇજિપ્ત અને મેક્સિકોના રેહવાસીઓની છે માટે ભારતમાં તેનું મળવું પણ અચંબિત કરી દેતી ઘટના છે.

એવું નથી કે સિનૌલી ખાતે મળેલા માત્ર શબપેટી અને રથ જ રહસ્યમય છે પરંતુ ત્યાં મળેલી તલવાર અને ઢાલનું રહસ્ય પણ ઘણું ગૂઢ છે. તંબાની તલવાર તો કદાચ કોઈ રાજાએ શોખ ખાતર બનાવડાવી હોય તેવું માની શકાય પણ આ તલવાર પેલી અનોખી શબપેટી પાસે મુકેલી હતી જેના કારણે આ શબપેટી રાજાની હોવાની પણ એક શક્યતા છે. સિનૌલી ખાતે સ્ત્રી-પુરુષ બંને માટેની ઢાલ મળી આવી છે જે ખૂબ અનોખી શોધ છે. ભારતમાં પૌરાણિક કાળથી સ્ત્રીઓની તાકાતનું વર્ણન સંભાળવા મળે છે પણ તેના આજ સુધી ક્યારેય ઠોસ પૂરવા નથી મળ્યા પણ સિનૌલી ખાતે મળેલી આ ઢાલ તે વાતના પુરાવા રજૂ કરે છે. હોય શકે કે સિનૌલી ખાતે જે સંસ્કૃતિ વિકાસ પામી છે તેમાં સ્ત્રીઓની યુદ્ધકળાને વધુ મહત્વ આપવામાં આવતું હોય.

અંદાજિત પાછળ ચાર હાજર વર્ષોથી ધરામાં દબાયેલા સિનૌલીના ઘણા રહસ્ય હજી અકબંધ છે જેમના પરથી આવનારા સમયમાં પૂરતી શોધ થઈ તો પડદો ઉઠશે. સિનૌલી ખાતે મળી આવેલા અવશેષ હાલ ભારતિય પુરાતત્વ વિભાગે પોતાની દેખરેખ અંદર દિલ્હી ખાતે રાખ્યા છે જ્યાં તે અવશેષ ઉપર વધુ સંશોધન કરીને રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. સિંધુ ખીણની સભ્યતાથી બીલકુલ અલગ જ સંસ્કૃતીના આ અવશેષ આવનારા સમયમાં ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવે તેવી સંભાવના છે. સિનૌલીની શોધને ભારતિય પુરાતત્વ ખાતુ ખૂબ મહત્વની ગણાવે છે. હાલ જે જગ્યા પરથી સિનૌલીના અવશેષ મળ્યા છે તે જગ્યાને પણ ભારતિય પુરાતત્ત્વ ખાતાએ પોતાના તાબામાં લઈને સંરક્ષિત કરી દીધો છે જેથી આવનારા સમયમાં ત્યાં ખોદકામ કરવાનું થાય તો કોઈ અડચણ ઊભી ન થાય.

આઝાદી પેહલાના ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના ઘણા શેહરો મળી આવ્યા હતા પણ દુર્ભાગ્યે એકાદ બેને બાદ કરતાં બાકીના સૌ પાકિસ્તાનમાં જતા રહ્યા છે પણ જો સિનૌલીની શોધથી કોઈ નવી સંસ્કૃતિનું અથવા પૌરાણિક શહેરનું જોડાણ મળી આવ્યું તો તે ભારત માટે ગર્વની વાત સાબિત થશે. હાલ જોકે સિનૌલીનું રહસ્ય ઉકેલવામાં લાંબો સમય લાગશે પણ જો સિનૌલી ખાતે મળેલી વસ્તુઓનું રહસ્ય ઉકેલવામાં પૂર્ણ સફળતા મળી તો સિનૌલી ભારતિય પુરાતત્વ વિભાગની પાછલી બે સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ સાબિત થશે.

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!