આ રહસ્યમય જગ્યાને આજ સુધી કોઈ જાણી શક્યુ નથી, અહીં વિમાન અચાનક થઇ જાય છે ગાયબ

અત્યાર સુધી તો એવુ માનવામાં આવતુ હતુ કે ધરતી પર જો કોઈ સૌથી ખતરનાક જગ્યા છે તો તે બરમૂડા ટ્રાએન્ગલ અને એરિયા-51 છે. પરંતુ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઇ રહ્યા છે, જેને બરમૂડા ટ્રાએન્ગલથી પણ વધારે ખતરનાક માનવામાં આવે છે. આ જગ્યા અમેરિકાના નેવાડામાં છે, જેને નેવાડા ટ્રાએન્ગલના નામથી ઓળખવામાં આવે છે. બરમૂડા ટ્રાએન્ગલની જેમ નેવાડા ટ્રાએન્ગલમાં પણ રહસ્યમયી ઘટનાઓ ઘટે છે.

કહેવાય છે કે આ જગ્યા ખતરનાક છે કે અહી ફરનારું કોઈ પણ વિમાન આજ સુધી પાછુ આવ્યું નથી. એક રિપોર્ટ મુજબ, છેલ્લા 60 વર્ષોમાં અહીં 2 હજારથી વધુ વિમાન ક્રેશ થયા છે અને અસંખ્ય પાયલટ પણ જીવિત પરત ફર્યા નથી. કહેવાય છે કે નેવાડા ટ્રાએન્ગલમાં કોઈ એવી રહસ્યમયી શક્તિ છે, જે વિમાનોને પોતાની તરફ ખેંચે છે, જેને કારણે તેઓ ક્રેશ થઈ જાય છે. હવે કઈ શક્તિ છે, તે વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય અકબંધ છે.

એરિયા-51માં કંઈક આવુ જ થાય છે. કહેવાય છે કે અહીં તો ગુરૂત્વાકર્ષણ શક્તિ છે, જે વિમાનોને પોતાની તરફ આકર્ષિત કરે છે અથવા આ જગ્યા પર એલિયન્સ હોઈ શકે છે. જોકે, કેટલાંક લોકોનું માનવુ છે કે એરિયા-51માં અમેરિકાનો ટૉપ સિક્રેટ મિલેટ્રી બેસ છે, જ્યાં એલિયન્સને રાખવામાં આવે છે અને તેના પર રિસર્ચ કરવામાં આવે છે.

ક્ષેત્રફળના હિસાબથી જોઈએ તો નેવાડા ટ્રાએન્ગલ ઘણો મોટો વિસ્તાર છે અને આ વિસ્તારમાં લાસ વેગાસ, યોસેમાઇટ નેશનલ પાર્ક અને એરિયા-51 પણ આવે છે. આ વિસ્તારમાં જે ભારે માત્રામાં વિમાન ક્રેશ થાય છે, આ જ કારણ છે કે લોકો એલિયન્સની વાતો માનવા લાગ્યા છે. તેમનું કહેવુ છે કે અમેરિકાના એલિયન્સની સાથે જે પ્રકારની છેડછાડ કરવામાં આવી છે, આ તેનું પરિણામ છે.

25 હજાર ચોરસ માઇલમાં ફેલાયેલા નેવાડા ટ્રાએન્ગલમાં 11 વર્ષ પહેલા બનેલી એક ઘટના આજે પણ વણઉકેલી છે. અમેરિકાના અબજપતિ કારોબારી સ્ટીવ ફૉસેટનું વિમાન 3 સપ્ટેમ્બર, 2007ના રોજ અચાનક લાપત્તા થયુ હતુ અને ત્યારબાદ તેની કોઈ જાણકારી મળી નથી. સૌથી હેરાન કરનારી વાત એ છે કે સ્ટીવને વિમાન ઉડાવવાનો લાંબો અનુભવ હતો. તેમના નામે 100થી પણ વધુ રેકોર્ડ છે. જોકે, વર્ષ 2008માં વૈજ્ઞાનિકો અને રેસ્ક્યૂ ટીમને બીજી વિમાન દુર્ઘટનાવાળી જગ્યા પરથી સ્ટીવનું આઈકાર્ડ, વિમાનના અવશેષ અને કેટલાંક હાડકા મળ્યા હતાં. બાદમાં તપાસમાં ખબર પડી હતી કે આ હાડકા સ્ટીવના જ હતાં

કેટલાંક વૈજ્ઞાનિકોનું માનવુ છે કે નેવાડા ટ્રાએન્ગલમાં વિમાન દુર્ઘટના એલિયન્સના કારણે થતી નથી, પરંતુ એર પ્રેશરના કારણે થાય છે. તેમનું માનવુ છે કે અહીં વિમાન પહાડોની ઉપર ઉડે છે, પરંતુ પછી એકાએક રેગિસ્તાન જેવી જમીન પર આવી જાય છે. જેને પગલે પાયલટ અહીંના એર પ્રેશરને સમજી શકતા નથી અને વિમાન ક્રેશ થઇ જાય છે. જોકે, આ ફક્ત વૈજ્ઞાનિકોનો અંદાજ છે, જે હજી સુધી સાબિત થયો નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter