GSTV
Gujarat Government Advertisement

ભારતના 13 VVIPના iPhone હેક કરીને ડેટા ચોરી લેવાયો

Last Updated on July 14, 2018 by

ભારતના અત્યંત મહત્વપૂર્ણ અને VVIPની કેટેગરીમાં આવતા 13 વ્યક્તિઓના iPhoneને હેક કરવામાં આવ્યા હોવાનો દાવો એક કોમર્શિયલ થ્રેટ ઈન્ટેલિજન્સ ગ્રુપ Cisco દ્વારા કરવામાં આવ્યો છે. આ ગ્રુપના નિષ્ણાતોનુ કહેવુ છે કે આ વીવીઆઈપીના iPhoneમાંથી મેસેજ, વોટ્સએપ, લોકેશન, ચેટ લોગ, ફોટોસ અને કોન્ટેક્ટસ જેવી મહત્વપૂર્ણ  જાણકારીઓ એક એપ્લિકેશનની મદદથી ચોરવામાં આવી છે.

જોકે આ 13 VVIPની ઓળખ થઈ નથી. Ciscoના નિષ્ણાતોના મતે આ વ્યક્તિ ભારતમાં જ હોઈ શકે છે પણ તેણે પોતે રશિયા સાથે સંકળાયેલો હોવાનુ બતાવવાની કોશિશ કરી છે.કારણકે આ માહિતી ચોરવાની પ્રક્રિયા દરમિયાન તેણે રશિયન નામ અને રશિયન ઈ મેઈલ ડોમેઈનનો તેમજ વોડાફોન નેટવર્કના ફોન નંબરનો ઉપયોગ કર્યો છે.

iPhone હેક કરનારાઓએ ઓપન સોર્સ મોબાઈલ ડિવાઈસ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી હતી.તેની મદદથી આ મહત્વપૂર્ણ વ્યક્તિઓના 13 iPhone સુધી ડેટા તફડાવનાર ગેંગ પહોંચી હતી.એ પછી વોટ્સએપ અને ટેલિગ્રામમાં વદધારાના ફિચર્સ જોડવાની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટાર્ગેટ કરાયેલા ફોનમાં ડિવાઈસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આ ટેકનિક પહોંચાડવામાં આવી હતી. હવે એવી શક્યતા છે કે ફોનમાંથી ચોરવામાં આવેલી માહિતીનો ઉપયોગ આ વ્યક્તિઓને બ્લેકમેલ કરવા માટે થઈ શકે છે.જે પ્રકારે ડેટા ચોરવા માટે તૈયારી કરાઈ હતી તે જોતા લાગે છે કે ટાર્ગેટ કરાયેલા ફોન નિશ્ચિતપણે વીવીઆઈપીના જ છે.

Gujarat Government Advertisement

Related posts

અગત્યનું/ 5 લાખ રૂપિયાથી વધુની કાર ખરીદવી હોય તો અપડેટ કરાવી લો આધાર કાર્ડ, આ જગ્યાઓ પર થઇ શકે છે મુશ્કેલી

Bansari

જ્યોતિષ: આ રાશિની મહિલાઓ બને છે સારી એવી લીડર, દુનિયાના ટોપ પદ પર કબ્જો જમાવાની ધરાવે છે ક્ષમતા

Pravin Makwana

ટ્રાયલ શરુ/ દુનિયામાં આવી રહી છે કોરોનાની સુપર વેક્સિન, ના વેરિયન્ટની ઝંઝટ, ના મહામારીનો રહેશે ભય

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!