GSTV
Ajab Gajab Trending

ચિત્રકૂટમાં ગુપ્ત ગોદાવરીની ટેકરી પર વધુ એક ગુફા મળી, એસડીએમે લીધી મુલાકાત

ચિત્રકૂટમાં ગુપ્ત ગોદાવરીની ટેકરી પર વધુ એક ગુફા મળી છે. આની જાણકારી ગ્રામજનોએ મઝગવાં એસડીએમને આપી છે. જે બાદ એસડીએમે ટીમ સાથે ગુફાની મુલાકાત લીધી. આ ગુફા ખૂબ લાંબી અને પહોળી છે. એસડીએમ ગુફામાં લગભગ 20 ફૂટ સુધી અંદર ગયા. ગુફા ગુપ્ત ગોદાવરી ટેકરી પર શરૂઆતી ચઢાણ પર જ છે. જેનું મોં સાંકડુ છે. એસડીએમે જણાવ્યુ કે ગુપ્ત ગોદાવરીથી 200 મીટર દૂરના અંતરે વન વિભાગનો પાર્ક છે. તેની આગળ જ આ ગુફા છે. ગુફાથી એક કિલોમીટર દૂર ટેઢી પતમનિયા ગામની વસાહત છે.

ચિત્રકૂટ

5 વર્ષ પહેલા આવી જ એક ગુફા મળી હતી

ઉલ્લેખનીય છે કે લગભગ 5 વર્ષ પહેલા ગુપ્ત ગોદાવરીથી થરપહાડ ગામ જવા માટે ટેકરી પર માર્ગ નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ હતુ. ત્યાં ખોદકામ દરમિયાન આવી જ એક ગુફા મળી હતી. તે સમયે પણ એસડીએમે ગુફાની મુલાકાત કરી હતી. બાદમાં આ ગુફાને બંધ કરી દેવાઈ હતી.

ગુપ્ત ગોદાવરીનું પૌરાણિક મહત્વ

ચિત્રકૂટમાં ગુપ્ત ગોદાવરીનું પૌરાણિક મહત્વ છે. માન્યતા છે કે ભગવાન રામે પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન સાડા 11 વર્ષ ચિત્રકૂટમાં પસાર કર્યા હતા. પૌરાણિક માન્યતા છે કે મર્યાદા પુરુષોત્તમ રામે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે ટેકરીની બે ગુફાઓમાં સમય પસાર કર્યો હતો. આ ગુફામાં ગોદાવરી નદી ગુપ્ત રીતે વહે છે અને ગુફાની બહાર આવીને વિલીન થઈ જાય છે. ગુફામાં શ્રદ્ધાળુઓને ઘૂંટણ સુધીના પાણીમાંથી જવુ પડે છે.

READ ALSO

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV