GSTV

સમુદ્ર કિનારે દેખાઈ આ રહસ્યમયી જીવની લાશ, જોઈને લોકો પણ ડરી ગયા

સમુદ્ર કિનારે લોકોએ કેટલીક વખત જાનવરોની લાશ પડેલી દેખાઈ જાય છે. પરંતુ બ્રિટનમાં એક બિચ ઉપર એક રહસ્યમયી જીવની લાશ જોઈને લોકો પણ ડરી ગયાં. આશ્ચર્યની વાત તો એ છે કે, લાશમાંથી ખુબ જ તિવ્રતાથી દુર્ગંધ આવતી હતી.

લિવરપુલ ઈકોની એક રિપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે 15 ફૂટનું એક રહસ્યમયી જીવ બ્રિટીશના સમૂદ્ર કિનારે અંસડેલ ઉપર જોવા મળી હતી. સૌથી પહેલા 29 જુલાઈના રોજ એક વ્યક્તિએ સમૂદ્ર તટ ઉપર આ દુર્ગધયુક્ત શબને જોયું.

રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિએ જણાવ્યું કે, તેના ચાર પગ હતા, જે ઘણા અજીબ લાગતા હતા. આ લગભગ 15 ફૂટ લાંબુ હતું અને દરેક જગ્યાએ હાડકાઓ ચોટી ગયા હતા. જેમાંથી લગભગ એક ચારફૂટનો લાંબો સ્ટંક પણ હતો.

આ વ્યક્તિએ જણાવ્યું કે, એવું લાગી રહ્યું હતું કે આ રહસ્યમયી જીવને જન્મ દઈ રહ્યું છે અને તે દરમયાન જ તેનું મોત નીપજ્યું. આ જીવના ફોટા અંસડેલ દ્વારા શેર કરવામાં આવ્યાં છે. જે સોશયલ મિડીયા ઉપર ખૂબ જ વાઈરલ થઈ રહ્યાં છે.

એક રિપોર્ટ પ્રમાણે નેચરલ ઈંગલેન્ડના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન આયલિફે આ મામલે જણાવ્યું કે આ જીવની ઓળખ થઈ શકી નથી. તેણે કહ્યું કે, આ જીવનો મૃતદેહ ખરાબ રીતે સડી ગયો છે.

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!