GSTV

ગંભીર સ્થિતિ/ કોરોના બાદ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, મોદી સરકારે આંકડાઓનો કર્યો ખુલાસો

Last Updated on July 31, 2021 by Harshad Patel

કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના કેસનો પણ રાફડો ફાટયો હતો. ગુજરાતમાં ૨૮ જુલાઇ સુધી ૬,૮૦૦થી વધુ લોકો મ્યુકર માઇકોસિસની ઝપેટમાં આવી ચૂક્યા છે.

mucormycosis

રાહતની વાત એ છે કે મ્યુકરના કેસમાં હવે સતત ઘટાડો થઇ રહ્યો

સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહારાષ્ટ્ર ૯,૬૫૪ સાથે મોખરે, ગુજરાત બીજા, આંધ્ર પ્રદેશ ૪૨૦૯ સાથે ત્રીજા, તામિલનાડુ ૪૦૭૫ સાથે ચોથા સ્થાને છે. મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસને કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા ગંભીર રોગની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અગાઉથી ડાયાબિટિસ હોય તેવા અથવા સ્ટેરોઇડના પ્રમાણને પગલે મ્યુકર માઇકોસિસના કેસ જોવા મળ્યા હતા. વિશેષ કરીને મે ૨૦૨૧થી મ્યુકરમાઇકોસિસના કેસમાં ધરખમ વધારો નોંધાયો હતો. રાહતની વાત એ છે કે મ્યુકરના કેસમાં હવે સતત ઘટાડો થઇ રહ્યો છે.

સરેરાશ ૧ હજાર દર્દીમાંથી ૧૩ વ્યક્તિ મ્યુકરમાઇકોસિસની ઝપેટમાં આવી ચૂકી

ગુજરાતમાં કોરોનાના સરેરાશ ૧ હજાર દર્દીમાંથી ૧૩ વ્યક્તિ મ્યુકરમાઇકોસિસની ઝપેટમાં આવી ચૂકી છે. જેની સરખામણીએ કોરાનાના પ્રતિ ૧ હજાર કેસમાંથી રાજસ્થાનમાં ૧૦, તેલંગાણામાં ૮, મધ્ય પ્રદેશમાં ૫ અને આંધ્ર પ્રદેશમાં ૪ વ્યક્તિ મ્યુકરમાઇકોસિસમાં સપડાઇ છે. આમ, કોરોનાના ૧ હજાર દર્દીએ મ્યુકરના સૌથી વધુ કેસમાં ગુજરાત મોખરે છે.

કયા રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધારે કેસ?

રાજ્ય           કેસ
મહારાષ્ટ્ર       ૯,૬૫૪
ગુજરાત        ૬,૮૪૬
આંધ્ર પ્રદેશ     ૪,૨૦૯
તામિલનાડુ     ૪,૦૭૫
કર્ણાટક         ૩,૬૪૮

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!