GSTV
Gujarat Government Advertisement

મ્યાનમારમાં તખ્તોપલટ: નેતા આંગ સાન સૂ કીની કરાઈ ધરપકડ, સેનાએ લીધો દેશનો કબ્જો: એક વર્ષ માટે કટોકટી જાહેર

Last Updated on February 1, 2021 by Karan

મ્યાનમારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી અને રાષ્ટ્રપતિ યુ વિન મૈઇંટની ધરપકડ કરી છે. સેના દ્વારા સંચાલિત ટીવી પર સોમવારે કહેવામાં આવ્યું હતું કે સેનાએ દેશને પોતાના કબજામાં લઇ લીધો છે અને એક વર્ષ માટે કટોકટી જાહેર કરી છે. પૂર્વ જનરલ અને ઉપરાષ્ટ્રપતિ મિંટ સ્વેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પૂર્વ જનરલ અને ઉપરાષ્ટ્રપતિ મિંટ સ્વેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી

તેમને આર્મી સ્ટાફના ચીફનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈપણ વિરોધને ડામવા માટે સેના સડકો પર તૈનાત છે અને ફોન લાઇનો બંધ કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ જો બાઈડનને આપવામાં આવી જાણકારી

આ દરમિયાન અમેરિકાએ મ્યાનમારની સૈન્યની કાર્યવાહી અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન પાસ્કીએ કહ્યું કે મ્યાનમારની સૈન્યએ દેશની લોકશાહીમાં બદલાવને ખોખલું કરી દીધું છે અને આંગ સાંગ સુ કીની ધરપકડ કરી છે. આ મામલે રાષ્ટ્રપતિ જો બાયડેને રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકારે જાણકારી આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!