GSTV

મારી પત્ની મને વર્લ્ડ કપમાં રમતો જોવા ઇચ્છે છે : સાહા

Last Updated on September 13, 2017 by

ભારતીય ટેસ્ટ ટીમના વિકેટકીપર બેટસમેન રિદ્વિમાન સાહા વર્ષ 2019માં રમાનાર વર્લ્ડ કપમાં રમવા ઇચ્છે છે. સાહાએ કહ્યું કે, તેની પત્ની ઇચ્છે છે કે હું 2019માં રમાનાર આઇસીસી વર્લ્ડ કપમાં રમું અને આ કારણે હું વધારે મહેનત કરી રહ્યો છુ.

એક કાર્યક્રમમાં સાહાએ કહ્યું કે, મારી પત્ની મને વર્લ્ડ કપમાં રમતો જોવા ઇચ્છે છે. તેણે ભાર મૂક્યો છે કે, હું વર્લ્ડ કપને લઇને વધારે મહેનત કરું. જો કે, હું મારો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ, નિર્ણય પસંદગીકારોના હાથમાં છે. સાહાએ કહ્યુ કે, દરેક ખેલાડી તમામ ફોરમેર્ટમાં રમવા ઇચ્છે છે પરંતુ, આ પંસદગીકારો પર નિર્ભર કરે છે. હું તૈયારી એટલા માટે કરી રહ્યો છુ કે, હું ખુદને બેહતર કરી શકુ, બાકીનું કામ પસંદગી સમિતિ પર નિર્ભર છે. હું માત્ર વન ડે મેચ રમવા માટે મહેનત નથી કરતો.

સાહાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું વિરાટ કોહલીની કપ્તાનીવાળી ભારતીય ટીમ માટે 2018 કઠિન રહેશે, કારણ કે આ દરમિયાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાનો છે તેના જવાબમાં સાહાએ કહ્યું કે, હા, આ મુશ્કેલ હશે પરંતુ, પડકાર ઘર અને બહાર એક જેવી લય બનાવી રાખવી પડશે. અમે વિદેશોમાં પણ જીતી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, સાહાએ 28 ટેસ્ટ મેચ રમી છે પરંતુ, તેનેવન ડેમાં વધારે મોકો મળ્યો નથી કારણ કે મહેન્દ્રસિંહ ધોની 36 વર્ષની ઉંમરમાં પણ ટીમમાં છે અને સારો દેખાવ કરી રહ્યો છે. સાહાએ ભારત માટે 9 વન ડે મેચ રમી છે, જેમાં તેણે 13.66ની એવરેજથી રન બનાવ્યા છે. તેને પાંચ ઇનિંગ્સમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 16 રન છે. સાહા પોતાની છેલ્લી વન ડે 2014માં હૈદરાબાદમાં શ્રીલંકા સામે રમ્યો હતો. તેણે 2014માં આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા ફાઇનલમાં સદી ફટકારી હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં તેના બેટને લોકોને પ્રભાવિત કર્યા હતા.

Related posts

Tokyo Olympics: કોરોનાવાઈરસને લઈને ટેંશનમાં આયોજકો, દરરોજ જમા કરે છે ઘણું બધું થૂંક

Vishvesh Dave

Tokyo Olympics : પીવી સિંધુનો કમાલ, સેમીફાઈનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર

pratik shah

મુકાબલા બાદ મેરી કોમ ભાવુક : કહ્યું- મુકાબલો પુરો થયો તે પછી હું એમ જ માનતી હતી કે ,મારી જ જીત થઈ છે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!