પત્નીને પસંદ આવ્યો નહીં બાળક, પતિ વિચારતો થઇ ગયો

ફિલ્મ ‘વિકી ડોનર’ તો તમને યાદ જ હશે. ત્યારબાદ દેશમાં હાઈટેક સ્પર્મ ડોનેશન સેન્ટર ઝડપથી ખુલવા લાગ્યા હતાં. પરંતુ હવે સ્પર્મ ડોનેશન બાદ એવા મામલા પણ સામે આવી રહ્યાં છે, જેને જાણીને તમે હેરાન થઇ જશો. સુંદર અને બુદ્ધિમાન બાળકની ઇચ્છામાં મનુષ્ય શું કરવા લાગ્યો છે.

આમ તો સ્પર્મ ડોનેશન હવે કોઈ નવી વાત નથી અને તેના દ્વારા કેટલાંક દંપત્તિઓની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. સામાન્ય રીતે કેટલીક મેડિકલ પરિસ્થિતિઓમાં લોકો તેનો આધાર લે છે. એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલા ડોનેટ કરેલા સ્પર્મથી માતા તો બની પરંતુ તેને પોતાનો છોકરો પસંદ આવતો નથી. મહિલાએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી છે.

મહિલાએ પોતાના પતિને નારાજ થઇને કહ્યું છે કે તેને બાળક પસંદ આવ્યો નથી, કારણકે આ બાળક જેણે સ્પર્મ ડોનેટ કર્યો હતો તેને જ પાછો આપવામાં આવે. મહિલાના પતિએ Reddit પર પોતાની આપવીતી જણાવી છે. સોશિયલ મીડિયામં ખુલાસો કરીને 30 વર્ષીય પતિએ જણાવ્યું કે તેને પોતાના પરિવારને આ વાત જણાવવામાં ખૂબ અજીબ લાગી રહી છે. તેની પત્ની કોઇ સારા જીનનો બાળક ઈચ્છે છે, જે દેખાવમાં સુંદર હોય. તેથી તેણી ડોનેટ કરેલા સ્પર્મથી માતા બની, પરંતુ ડિલિવરી બાદ તેને બાળક પસંદ આવી રહ્યો નથી અને તે તેને સ્પર્મ ડોનેટ કરનારાને પરત આપવાની વાત કરી રહી છે.

જણાવાઇ રહ્યું છે કે પતિ-પત્નીએ જ્યારે પરિવાર પ્લાનિંગની સાથે બેસીને વાત કરી તો મહિલાએ પોતાના પતિ સાથે બાળક પેદા કરવાનો ઈનકાર કરી દીધો હતો, કારણકે તેનો પતિ દેખાવમાં આકર્ષક હતો નહીં. જેની પાછળ મહિલાનો તર્ક હતો કે આવુ કરવાથી તેના ભવિષ્યમાં તેના બાળકનુ જીવન સુદ્રઢ બનશે. પછી પત્નીએ કહ્યું કે તેણી સ્પર્મ ડોનરથી બાળકને જન્મ આપવા ઇચ્છે છે.

મહિલાએ પતિને જણાવ્યું કે તેની પત્નીને બાળકનો લુક પસંદ આવી રહ્યો નથી. વ્યક્તિએ કહ્યું કે તેને સમજાઇ રહ્યું નથી કે તેણે શું કરવુ જોઇએ, શું મહિલાએ તેની સાથે પૈસા માટે જ લગ્ન કર્યા છે. એટલું જ નહીં, આ વ્યક્તિને એવુ પણ જાણવા મળ્યુ છે કે તેની પત્નીનુ પરપુરૂષ સાથે સંબંધ પણ છે, જે હંમેશા તેના ઘરે ડિનરે આવતો હતો. હવે પતિ પોતાની પત્નીને છૂટાછેડા આપવાની યોજના બનાવી રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter