GSTV
Home » News » 1 લાખના ફોનની 2 જ દિવસમાં તૂટી સ્ક્રીન, અમેરિકામાં Galaxy Foldના આવા છે રીવ્યુ

1 લાખના ફોનની 2 જ દિવસમાં તૂટી સ્ક્રીન, અમેરિકામાં Galaxy Foldના આવા છે રીવ્યુ

સેમસંગે ફેબ્રુઆરીમાં લોન્ચ કરેલ પોતાનાં Galaxy Fold સ્માર્ટફોનની માહિતી આપી હતી. અમેરિકામાં આ ફોનનાં રીવ્યું યુનિટ્સ પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. સેમસંગના જણાવ્યાં મુજબ આ ફોનને લગભગ 2 લાખ વખત ફોલ્ડ અને અનફૉલ્ડ કરી શકાશે. જો કે પબ્લિકેશનને ફોનનાં રીવ્યુ યુનિટ્સ મળ્યાં છે તેઓએ દાવો કરતાં જણાવ્યું હતું કે તેમનાં Galaxy Foldની સ્ક્રીન તૂટી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફોનની કિંમત 1 લાખ રૂપિયાથી પણ વધુ છે.

જો કે આ બાબતે જણાવવામાં આવી રહ્યું છે કે ફોનના ડિસ્પ્લે પર આપવામાં આવેલ પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક ફિલ્મ હટાવવાથી ફોનની સ્ક્રીન તૂટી રહી છે. મેન્યુઅલમાં માહિતી આપવામાં આવી છે કે પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક ફિલ્મને ફોન પરથી હટાવવામાં ના આવે. આ બાબતે કોઈ ચેતવણી આપવામાં નહોતી આવી. અમુક સમયે પ્રોટેક્ટિવ સ્ક્રીન હટાવવામાં ના આવે તો પણ સ્ક્રીન તૂટવાનાં કિસ્સા સામે આવ્યા છે. 

જો યુઝર્સ પાસે ડિવાઇસ ડિલિવર થયા બાદ આ પ્રકારનો કિસ્સો સામે આવે તો કંપનીએ યુઝર્સનો ગુસ્સો પણ સહન કરવો પડી શકે છે. આ ઉપરાંત યુઝર્સને ફોન ડિસ્પ્લેમાં ક્રિઝ પણ દેખાઈ રહી છે.

આ ફોનની ડિસ્પ્લે 7.0 ઇંચના Infinity Flex ડાયનેમિક એમોલેડ પેનલ સાથે આવે છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 1536×2152 છે. આ ઉપરાંત બીજી ડિસ્પ્લે 4.6 ઇંચ સુપર એમોલેડ પેનલ સાથે આવે છે જેનું પિક્સલ રિઝોલ્યુશન 840x 1960 છે, તેના પ્રોસેસર વિષે માહિતી મળી નથી પરંતુ તેનું પ્રોસેસર 7NM પ્રોસેસ સાથે આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં ક્વાલ્કોમ સ્નેપડ્રેગન 855 ચિપ સેટ આપવામાં આવશે.

Read Also

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!