મારું મર્ડર થઈ જશે, રાજકારણીના છે પૈસા: 3 કરોડની જૂની નોટમાં નવો ખૂલાસો

સુરતમાં વૈભવી કારમાંથી સાડા ત્રણ કરોડની રદ થયેલી ચલણી નોટનું પોલિટીકલ કનેકશનનો ખુલાસો થયો છે. આ ખુલાસો કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા શખ્સે પૂછપરછ દરમિયાન કર્યો છે. આરોપી વિશાલ બારડે પોલીસે પૂછપરછમાં આ નોટ કોઈ રાજકારણીની હોવાની કેફિયત રજૂઆત કરતા પોલીસ પણ ચોંકી ગઈ છે.

આ સાથે જ તેણે મારુ મર્ડર થઈ જશે છોડી દો તેવી પણ વાત પોલીસને કહી છેઆરોપી વિશાલ બારડ જૂની ચલણી નોટ વડોદરા હસમુખ નામના શખ્સ પાસેથી મિત્ર માંરફતે લાવ્યો હતો. અને તેને વરાછામાં કોઈક શખ્સ પાસે બદલાવવાની હતી. ગઈકાલે વિશાલ બારડની ધરપકડમાં સની ડાંગર, ભાવેશ ભરવાડ સહિત ત્રણ શખ્સો ભાગી છૂટ્યા હતા.પોલીસ પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter