GSTV
Trending Videos Viral Videos

‘મારા પપ્પા પોલીસમાં છે, ગોળી મારી દેશે’, બાળકે રડતા-રડતા ટીચરને ધમકાવી; VIDEO VIRAL

Mere Papa Police Me Hain: સોશિયલ મીડિયા પર સ્કૂલમાં ટીચર અને સ્ટૂડેન્ટ વચ્ચે થનારા ઘણા કન્વર્ઝેશનના વીડિયો સામે આવી રહ્યા છે. કેટલાક બાળકો શૈતાની કર્યા બાદ માફી માંગતા દેખાયા તો કેટલાક એવા પણ છે જેમણે પોતાના ટીચરને જ ધમકી આપી દીધી. બાળપણમાં બાળકો ઘણા તોફાની હોય છે અને ખૂબ જ માસૂમિયતથી દરેક વાત જણાવવા માટે રાજી થઈ જાય છે.

ઘણીવાર તો નાના બાળકો એવી વાતો કહી નાખે છે કે તમે સાંભળ્યા પછી વિશ્વાસ ન કરી શકો. જી હાં, ઈન્ટરનેટ પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે થોડીક સેકન્ડ સુધી વિચારમાં પડી જશો. તમે વિશ્વાસ નહીં કરો કે આખરે નાનું બાળક આવું કેવી રીતે વિચારી શકે?

બાળકે જ્યારે ટીચરને આપી ગોળી મારવાની ધમકી

જ્યારે બે જૂથો કે પછી યુવાઓ વચ્ચે લચાઈ થાય છે તો મારપીટ દરમિયાન ધમકી સાંભળી શકાય છે, પણ જો તમે નાના બાળકના મોઢે આવું સાંભળી લેશો તો થોડીવાર માટે વિચારમાં પડી જશો. કંઈક આવું જ આ વીડિયોમાં જોવા મળ્યું, જેમાં એક નાનું બાળક સ્કૂલના ક્લાસમાં હતુ અને રડતું જોવા મળી રહ્યું છે.

જેવું ટીચરે તેને કંઈક કહ્યું તો તેણે સૌથી પહેલા કહ્યું કે મારા પપ્પા પોલીસમાં છે. જેના પર ટીચરે પણ જવાબ આપતા કહ્યું કે તારા પપ્પા પોલીસમાં છે તો શું? તેના પર જવાબ આપતા કહ્યું કે મારી દેશે ગોળી. પછી ટીચરે કહ્યું કે કોને મારી દેશે ગોળી? જવાબમાં કહ્યું સંદૂક પર મુકી છે. પછી ટીચરે કહ્યું કે તું મને મારીશ? બાળક કહે છે હાં.

વીડિયો જોઈને ઉડી ગયા લોકોના હોશ

વીડિયોના અંતમાં ટીચરે કહ્યું કે તમે ભણતા કેમ નથી? ત્યાર બાદ રડતા-રડતા બાળક ચુપ થઈ જાય છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. ટ્વીટર પર @Gulzar_sahabના નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયોને અપલોડ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV