GSTV

મારા પિતાએ ફરકાવ્યો હતો જમ્મુ કાશ્મીરનો ધ્વજ, મારે ચડ્ડીધારીઓ પાસેથી સર્ટિફિકેટની જરૂર નથી

મહેબૂબા

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ તેની સાથે અસંમત હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે. દેશ માટેના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની રણનીતિમાં ભાજપ માહેર છે. ભાજપને આટલો મોટો જનાદેશ મળ્યો છે તો દેશ માટે તેનું શું વિઝન છે, દરેક પાર્ટી પાસે એક વિઝન હોય છે. જવાહરલાલ નહેરુના દ્રષ્ટિકોણમાં જેએનયુ અને એઈમ્સ સામેલ હતા. મનમોહનસિંહે નવી આર્થિક નીતિઓ લાગુ કરી હતી.

કમનસીબે મીડિયાનો મોટાભાગનો વર્ગ ભાજપના જુઠ્ઠાણાને દબાવી રહ્યો

તેમણે કહ્યું હતું કે, કમનસીબે મીડિયાનો મોટાભાગનો વર્ગ ભાજપના જુઠ્ઠાણાને દબાવી રહ્યો છે. મેં ભારતીય બંધારણને જાળવી રાખવા માટે શપથ લીધી છે અને જમ્મુ કાશ્મીર સંવિધાન ભારતના બંધારણનો પણ એક ભાગ છે. મારે આ વાત કોઈને બતાવવાની જરુર નથી. મારા પિતા એક ગૌરવશાળી ભારતીય નાગરિક અને કાશ્મીરી હતા.

શું આ ચડ્ડીધારીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો?

મહેબૂબાએ કહ્યું હતું કે, અમે તમામ મુખ્ય પ્રવાહના પક્ષો છીએ અને શું આ ચડ્ડીધારીઓ(આરએસએસ)એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? મારે તેમના સર્ટિફિકેટની જરુર નથી. મારા પિતાએ એ સમયે તિરંગો ફરકાવ્યો હતો જ્યારે આ એક અસ્વીકાર્ય બાબત ગણાતી હતી. સાથે સાથે તેમણે જમ્મુ કાશ્મીરનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. ભાજપે હવે રાજ્યને તહસ નહસ કરી નાંખ્યુ છે. તેમણે કહ્યું હતું કે, અમે ક્યારેય એવું કહ્યું નથી કે ચૂંટણી નહીં લડીએ પણ ભાજપને કોઈ સહયોગીની જરુર નથી. મારી સામે જો ખરેખર ભ્રષ્ટાચારનો કોઈ મામલો હોત તો આ લોકો મને જેલમાં નાંખી શક્યા હોત.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!