ટૂંક સમયાં લૉન્ચ થશે 6 કેમેરાવાળો Nokia 9 Pure View સ્માર્ટફોન, જાણો ફીચર્સ

Nokiaના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 9 Pure Viewને લઇને ગયા વર્ષથી જ અમૂક લીક્સ તસ્વીર સામે આવી રહી છે. આ અગાઉ લીકથી પણ આ માહિતી સામે આવી હતી કે આ પાંચ રિયર કેમેરાવાળો સ્માર્ટફોન હશે. લીક થયેલી તસ્વીરોની વાત કરીએ તો તેના રિયર પર હાલમાં પાંચ કેમેરા એક ગોળાના આકારમાં લાગ્યા છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલના બે કેમેરા અને 16 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે. તો ફોનના રિયર પર હાજર 5મો કેમેરો 8 મેગાપિક્સલનો હશે. સાથે જ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે.

MWC 2019માં રજૂ કરાશે

હવે સ્માર્ટફોનની વધુ એક તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં ફોનની સામે જોવાથી જાણવા મળે છે કે તેમાં 18:9 એક્સપેક્ટ રેશિયોની સાથે આવશે. તો નોકિયાની બ્રાન્ડિંગ ફોનના ડિસ્પ્લેના નીચેની જગ્યાએ ઉપર આપવામાં આવી છે. આ હેન્ડસેટની બેકની વાત કરીએ તો તેને ગ્લોસી બૉડીની સાથે રજૂ કરી શકાય છે. કંપની પોતાના લેટેસ્ટ ડિવાઈસને ચાલુ મહિને Barcelonaમાં યોજાનારા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ MWC 2019માં રજૂ કરી શકે છે.

લીક ફીચર્સ

આશા છે કે નોકિયા પોતાના આ સ્માર્ટફોનમાં 8 જીબીની રેમ અને 256 જીબીની ઈનબિલ્ટ સ્ટોરેજ ઉપલબ્ધ કરાવશે. Nokia 9 એન્ડ્રોઈડ વન બેસ્ટ સ્માર્ટફોન હોઈ શકે છે. એવામાં આ સ્માર્ટફોનને લેટેસ્ટ એન્ડ્રોઈડ 9 પાઈની સાથે લોન્ચ કરી શકાય છે. આ સિવાય ફોનના અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.1 ઈંચની ડિસ્પ્લે હોવાની આશા છે, જેના પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનનો સપોર્ટ આપી શકાય છે. ફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર હશે. પાવર માટે આ ફોનમાં 4000 એમએએચની બેટરી આપી શકાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter