GSTV

BIG NEWS : બિહારમાં મોટી રેલ દુર્ઘટના, પૂર્વાંચલ એક્સપ્રેસના બે ડબ્બા પાટા ઉપરથી ઉતરતા મચ્યો હડકંપ

બિહારમાં મંગળવારે એક મોટી રેલ દુર્ઘટના થઈ છે. મુઝફ્ફરપુરની પાસે પૂર્વાંચલ એક્સપ્રેસના બે ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા છે. જો કે આ દરમયાન કોઈ જાનહાનીના સમાચાર આવ્યાં નથી. રેલવેએ આ દુર્ઘટના બાદ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દીધો છે. સાથે જ આ જાણકારી આપી દેવામાં આવી છે કે, જલ્દી જ સેક્શન ઉપર રેલ પ્રવાસ ફરીથી સામાન્ટ રીતે મંજૂર કરવામાં આવે. હાલ તો ડબ્બાને સીધા કરવા અને લોકોને તેમના સ્થાનો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

મચ્યો હડકંપ

ટ્રેનના ડબ્બા પાટા ઉપરથી ઉતરવાની સાથે જ યાત્રિકોમાં હડકંપ મચ્યો છે. પરંતુ ચાલાક અને સમયસુચકતા દેખાડતા ટ્રેનને સાચા સમયે રોકી દેવામાં આવી હતી. અને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. જો કે કેટલાક લોકોને આ દરમયાન નાની ઈજાઓ પહોંચી છે. જાણકારી પ્રમાણે આ દુર્ઘટના મુઝફ્ફરપુરના સિતૌલા સ્ટેશનની પાસે થઈ છે. દુર્ઘટનાની સૂચના મળતા જ રેલવેના અધિકારી અને બચાવદળો ઘટનાસ્થળે પહોચી ગયા છે.

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!