GSTV
Home » News » મુઝફ્ફરપુર કાંડઃ બિહારના ભૂતપૂર્વ પ્રધાન મંજૂ વર્માનું સરન્ડર, બુરખો પહેરી પહોંચી કોર્ટ

મુઝફ્ફરપુર કાંડઃ બિહારના ભૂતપૂર્વ પ્રધાન મંજૂ વર્માનું સરન્ડર, બુરખો પહેરી પહોંચી કોર્ટ

બિહારના બહુચર્ચિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડની આરોપી અને બિહારની ભૂતપૂર્વ પ્રધાન મંજૂ વર્માએ બેગુસરાયની મંઝૌલ કોર્ટમાં સરન્ડર કર્યું છે. મંજૂ વર્મા આર્મ્સ એક્ટ મામલામાં ઘણાં સમયથી ફરાર હતી. પોલીસે ઘણાં મહીનાથી તેનું પગેરું દબાવવાની કોશિશ કરી હતી. ભૂતપૂર્વ પ્રધાન મંજૂ વર્માના ફરાર થવા મામલે સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડના મામલાની સુનાવણી વખતે બિહાર પોલીસ સામે આકરી ટીપ્પણી કરીને નારાજગી વ્યક્ત કરી હતી. જો કે મંગળવારે નાટકીય અંદાજમાં મંજૂ વર્મા બુરખો પહેરીને બેગુસરાઈ મંઝૌલ કોર્ટમાં પહોંચી હતી. તે પોતાની અંગત કારથી નહીં. પણ એક ખાનગી વાહન દ્વારા કોર્ટમાં પહોંચી હતી અને તેને કારણે કોઈને આની ભનક લાગી ન હતી.

તાજેતરમાં કોર્ટ દ્વારા ગત ત્રણ માસથી ફરાર મંજૂ વર્માની સંપત્તિને જપ્ત કરવા સંબંધિત આદેશ પર અમલની પ્રક્રિયા શનિવારે શરૂ કરવામાં આવી હતી. બેગુસરાય ખાતેના તેના મકાનને જપ્ત કરવાનું કામ શરૂ થઈ ગયુ હતું. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેના મકાનને તોડવામાં આવ્યું હતું. બેગુસરાય એસપી અવકાશ કુમારના નેતૃત્વમાં મંજૂ વર્મની મિલ્કતને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. બેગૂસરાયની કોર્ટે પોલીસની અરજી પર સુનાવણી કરતા મંજૂ વર્માના ફરાર હોવાની જાહેરાત આપવાનો અને જપ્તીનો આદેશ આપ્યો હતો.

આર્મ્સ એક્ટમાં એફઆઈઆર થયા બાદ ફરાર થયેલી મંજૂ વર્મા પર સરન્ડર માટે દબાણ બનાવવાના ઈરાદે બેગુસરાય પોલીસે કોર્ટમાં જપ્તીના આદેશ સાથેની અરજી દાખલ કરી હતી. મંજૂ વર્માના વકીલ સત્યનારાયણ મહતોએ જણાવ્યુ છે કે પટના હાઈકોર્ટમાંથી ઘણીવાર આગોતરા જામીન અરજીના નામંજૂર થયા બાદ આરોપી દ્વારા આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી થવાની છે. પોલીસે બેગુસરાય અને ઝારખંડના ઘણાં વિસ્તારોમાં મંજૂ વર્માની ઘરપકડ માટે દરોડાની કાર્યવાહી કરી હતી.

Read Also 

Related posts

BSNLએ અપડેટ કર્યો પોતાનો આ લોકપ્રિય પ્લાન, હવે મળશે 375GB ડેટા

Path Shah

દુધ કેમ પીવું જોઈએ? , આ છે સૌથી ઉત્તમ જવાબ

Kaushik Bavishi

કાશ્મીર મુદ્દે UNSCની બેઠકમાં ચીન-પાકને મળેલા ઝટકાની આવી ઈનસાઈડ સ્ટોરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!