GSTV
Home » News » મુઝ્ઝફરપુર શેલ્ટર હોમ કેસ: દિલ્હીની કોર્ટે યૌન શોષણ મામલામાં બ્રજેશ ઠાકુર અને અન્ય 18ને દોષી જાહેર કર્યા

મુઝ્ઝફરપુર શેલ્ટર હોમ કેસ: દિલ્હીની કોર્ટે યૌન શોષણ મામલામાં બ્રજેશ ઠાકુર અને અન્ય 18ને દોષી જાહેર કર્યા

બિહારના મુઝફ્ફરપુરના શેલ્ટર હોમના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને દિલ્હીની સાકેત કોર્ટે દોષી ઠેરવ્યો છે. યૌન શોષણના કેસમાં સાકેત કોર્ટે 20 આરોપીઓમાંથી 19ને દોષિ ઠેરવ્યા છે. અને 28 જાન્યુઆરીએ સજાનું એલાન થવાનુ છે.

બ્રજેશ ઠાકુર પર સગીર બાળકીઓ અને યુવતીઓના દુષ્કર્મ નો આરોપ હતો.અને તેને સાકેત કોર્ટે યોગ્ય ઠેરવતા બ્રજેશ કુમારને દોષિ ઠેરવ્યો છે. બિહારના શેલ્ટર હોમમાં દુષ્કર્મ થયા હતા.

જેને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ પર  કેસની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં પૂર્ણ  થઈ છે. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટ બાદ આ  મામલો સામે આવ યો હતો.જેમાં મુખ્ય આરોપી તરીકે બ્રજેશ ઠાકુરનું નામ હતુ.

જે બિહાર સરકારનો નજીકનો વ્યક્તિ હતો. સાકેત કોર્ટે બ્રજેશ ઠાકુર સહિત 21 આરોપીઓ પર પોક્સો એક્ટ, દુષ્કર્મ  કેસ, ગુનાહિત ષડયંત્ર જેવી કલમો સાથે દોષિત ઠેરવ્યો.સીબીઆઈએ બ્રજેશ ઠાકુરને જ મુખ્ય આરોપી બનાવ્યો છે.

READ ALSO

Related posts

BUDGET 2020 : અત્યાર સુધી સોમનાથથી દ્વારકા જવા બસ કે રેલવે હતી, પણ હવે પ્લેન મળ્યું છે

Mayur

સાવરકરને સન્માન આપવામાં ભાજપ-શિવસેના બાખડી, વિધાનસભામાં પ્રસ્તાવ રદ

Pravin Makwana

દિલ્હીમાં જોરદાર હિંસા બાદ પ્રથમવાર તોડ્યું મોદીએ મૌન, સોનિયાએ મોદી સરકારને ઠેરવી છે સીધી જવાબદાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!