GSTV
Home » News » બિહાર: ચમકી તાવ બાદ નરકંકાલ મળવાનો મામલો, તપાસમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા

બિહાર: ચમકી તાવ બાદ નરકંકાલ મળવાનો મામલો, તપાસમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા

બિહારનાં મુઝફ્ફપુર જિલ્લામાં એસકેએમસીએચ પરિસરમાં નરકંકાલ મળવા મામલે જવાબદાર તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લાનાં ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓની એક તપાસ સમિતીની રચના કરી છે. તપાસ ટીમને માલુમ થયું છે કે, અનેક શબને હોસ્પિટલ પરિસારમાં જ અગ્નિદાહ આપવામાં આવતા હતા, તેમજ હજુ પણ અનેક અર્ધબળેલા શબનાં અવશેષો ત્યાં જોવા મળે છે.

હોસ્પિટલમાં જ શબને સળગાવાતા હતાં

તપાસ ટીમનાં અધ્યક્ષ ડીડીસી ઉજ્જવલ કુમાર સિંહે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાંવ્યું કે હોસ્પિટલમાં વર્ષોથી મૃતદેહ સળગાવવાની વાત સામે આવી રહિ છે. અહિં અડધા બળેલા શબની સાથે માણસનાં હાડકાનાં અવશેષ મળી આવ્યા છે. ડીડીસીએ જણાંવ્યું કે તપાસ પુર્ણ થયા પછી ખુબ જલ્દી જિલ્લા કલેક્ટરને અહેવાલ સોંપવામા આવશે.

તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા

મહત્વનું છે કે ચાર દિવસ પહેલા જ બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા જ નરકંકાલ મળી આવતા હડકંપ મચી ગયો હતો. આ મામલો સામે આવ્યા પછી હોસ્પિટલ પ્રશાસન અને પોલીસનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તાબડતોબ સમગ્ર ઘટનાની તપાસનાં આદેશ આપવામાં આવ્યાં. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

CM નીતિશ કુમાર આવે તે પહેલા મૃતદેહ સળગાવ્યા

તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે સીએમ નીતિશ કુમાર ગત સપ્તાહે જ હોસ્પિટલ આવ્યા તે પહેલા જ બિનવારસી મૃતદેહને હોસ્પિટલ તંત્ર દ્વારા સળગાવવામાં આવ્યા હતાં. એક્યૂટ ઇન્સેફેલાઈટીસ સિન્ડ્રોમ(AES) એટલે કે ચમકી તાવથી બાળકોનાં મોત થતા તેની તપાસ માટે સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી હોસ્પિટલ આવ્યા હતાં. આ હોસ્પિટલમાં જ સૌથી વધુ બાળકોનાં મોત થયા હતાં.

હોસ્પિટલ તંત્ર જવાબદાર

આ સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલ તંત્ર અને આ વિસ્તારની પોલીસ સંપુર્ણ જવાબદાર છે, કારણ કે બિનવારસી લાશોને હોસ્પિટલ પ્રશાસન દ્વારા અંતિમ સંસ્કાર આપવાને બદલે હોસ્પિટલની પાછળ રહેલી અવાવરૂ જગ્યામાં ફેંકી દૈવામાં આવતા હતાં.

READ ALSO

Related posts

સોનભદ્ર: 30 ટ્રેક્ટરમાં આવ્યા સેંકડો લોકો, ગામને ઘેરીને રચ્યો મોતનો ખેલ

Path Shah

ગુરૂ બંધુ નાના ભાઇની વ્હારે આવ્યા! મુકેશ અંબાણી અનિલની કંપની RCom ખરીદે તેવી શક્યતા

Riyaz Parmar

હાફિઝની ધરપકડ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આપ્યુ પોતાનુ નિવેદન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!