GSTV
India News Trending

કોરોનાના ભયની વચ્ચે બિહારમાં ચમકી તાવે આપી દસ્તક, મુઝફ્ફરપુરમાંથી સામે આવ્યો પહેલો કેસ

દેશ હાલમાં કોરોના વાયરસ, બર્ડ ફ્લૂ, સ્વાઈન ફ્લૂ જેવા વાયરસથી ફેલાતી બિમારીઓ સામે લડી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે વધુ એક ભયાનક બિમારીએ દસ્તક આપી છે. ગયા વર્ષે 150થી વધારે બાળકોનો ભોગ લેનારા AES એટલેકે ચમકી તાવ ફરી આવી ગયો છે.

ચમકી તાવથી પીડિત પહેલા બાળકને મુઝફ્ફરપુરમાં શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (એસકેએમસીએ) ના પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (પીઆઈસીયુ) વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. એસ.કે.એમ.સી.એચના અધિક્ષક ડો.એસ.કે. શાહીએ જણાવ્યું હતું કે, તીવ્ર એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (એ.ઈ.એસ.) નો પહેલો કેસ આવ્યો છે. આ વર્ષે મુઝફ્ફરપુર જિલ્લાના સાકરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. બાળકની સારવાર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છેકે, આ બિમારીને પગલે ગયા વર્ષે ઘણા બાળકોનાં જીવ ગયા હતા. ત્યારબાદ બિહારની સ્વાસ્થ્ય વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉભા થયા હતા. એક તરફ જ્યાં કોરોનાનો સંકટ મંડરાઈ રહ્યો છે, ત્યાં હવે ચમકી તાવ ફેલાવા લાગ્યો છે. આ વખતે નિતીશ સરકાર માટે આ બિમારી સામે લડવાનું સરળ નહી હોય, કારણકે ચુંટણીનું વર્ષ હોવાને કારણે વિપક્ષી દળોએ તેને લઈને તેમની ઉપર પ્રહાર કર્યા હતા.

બાળકોનું રસીકરણ પૂર્ણ થયુ નથી

ગરમી શરૂ થવાની સાથે જ બિહારનાં મુઝફ્ફરપુર અને તેની આસપાસનાં જીલ્લામાં જાપાની તાવે દસ્તક આપવાનું શરૂ કર્યુ હતુ. તેનાંથી બચવા માટે રસી આપવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે, રાજ્ય સરકાર તરફથી આ દાવો ખોટો છે અને હજી પણ ઘણા બાળકો રસીથી વંચિત છે.

READ ALSO

Related posts

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth

મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’

Kaushal Pancholi
GSTV