GSTV
Gujarat Government Advertisement

મુઝફ્ફરનગર કોમી હિંસાના 131 કેસ ૫રત ખેંચવાની પ્રક્રિયા શરૂ

Last Updated on March 22, 2018 by

ઉત્તર પ્રદેશની યોગી સરકારે 2013માં થયેલી મુઝફ્ફરનગર કોમી હિંસા મામલે 131 કેસ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી છે. મુઝફ્ફરનગર કોમી હિંસા મામલે અનેક આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતાં. આ મામલે આરોપીને સજા કરવામાં આવે તો તેને સાત વર્ષની સજા થઈ શકે છે. જેમાથી 16 કેસમાં આઈપીસીની કલમ 153એ લાગુ કરવામાં આવી છે. આ કલમ હેઠળ ધર્મને આધાર બનાવી લોકોમાં વેર-ઝેર ફેલાવવાનો ગુનો લાગુ કરવામાં આવે છે. અને કેટલાક કેસમાં કમલ 295 લાગુ કરવામાં આવી છે. મહત્વનું છે કે 2013માં કોમી હિંસામાં 62 લોકોના મોત થયા હતાં. અને અનેક લોકો બેઘર થયા હતાં. મુઝફ્ફરનગર હિંસા મામલે તત્તકાલિકાન સમાજવાદી પાર્ટીની સરકારે મુઝફ્ફરનગર અને શામલી પોલીસ સ્ટેશનમાં 1455 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યા હતાં. ગત્ત દિવસે મુઝફફરનગર કોમી હિંસા મામલે  ભાજપના સાસંદ સંજીવ બાલિયાન અને ઉમેશ કૌશિક મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.  આ મુલાકાતમાં કોમી હિંસામાં દાખલ કરવામાં આવેલા 179 કેસને પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી, જે બાદ યોગી સરકાકે યુપીના કાયદા વિભાગ પાસે એક રિપોર્ટ માગ્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!