બદલાતા સમય સાથે લોકોના રોકાણના વિકલ્પોમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ લોકપ્રિય રોકાણ વિકલ્પ બની ગયો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને 15થી 30 ટકા જેટલું જંગી વળતર આપ્યું છે. તેની સાથે તે ઓછા માર્કેટ રિસ્ક પર કામ કરે છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ અથવા ELSS મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે ખૂબ જ ફાયદાકારક
તેમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને ન માત્ર સારું રિટર્ન મળે છે પરંતુ તેની સાથે જોખમ પણ ઘણું ઓછું છે. તેમાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની કપાત મળે છે.
ઉલ્લેખનીય છે કે આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને રોકાણકારો SIP એટલે કે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા એક વર્ષના રોકાણમાં 10 ટકા સુધીનું વળતર મેળવી શકે છે. બીજી તરફ જો તમે 2 વર્ષમાં રોકાણ કરો છો, તો તમને 31થી 34 ટકા સુધીનું વળતર મળી શકે છે.
દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરવા પર મળશે આટલુ રિટર્ન
ઘણા ફાઇનેન્શિયલ એક્સપર્ટ માને છે કે છેલ્લા એક વર્ષના વળતરને જોતા જો કોઈ રોકાણકાર દર મહિને 10 હજાર રૂપિયાનું એલઆઈસી કરે છે, તો તેને 1 વર્ષ પછી 1.26 લાખ રૂપિયાનો નફો થશે. ત્રણ વર્ષ પછી આ નફો 5.20 લાખ સુધી પહોંચશે.

જો તમે ELSS મ્યુચ્યુઅલ ફંડમાં 7 વર્ષ માટે રોકાણ કરો છો, તો તમને 14.55 લાખ સુધીનું વળતર મળી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને ખૂબ સારું વળતર મેળવ્યું છે. પરંતુ કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા ફાઇનેન્શિયલ એક્સપર્ટની સલાહ લો કારણ કે તે બજારના જોખમોને આધીન છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ