GSTV
Home » News » આ ત્રણ જ ટિપ્સ ફોલો કરો, ફક્ત આટલા જ વર્ષમાં બની જશો કરોડપતિ

આ ત્રણ જ ટિપ્સ ફોલો કરો, ફક્ત આટલા જ વર્ષમાં બની જશો કરોડપતિ

epfo plan

દરેક જણ કરોડપતિ બનવા માંગે છે પરંતુ તે બની નથી શકતા કારણ કે તેમની પાસે સારા પ્લાનની કમી હોય છે.  જો તમે કરોડપતિ બનવા માંગો છો તો અમે તમને ત્રણ સ્ટેપનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન બતાવવા જઈ રહ્યા છીએ. આ માટે દર મહિને મ્યુચઅલ ફન્ડ(Mutual Fund)માં એક નક્કી કરેલી રકમનું રોકાણ કરવું પડશે. આ ઉપરાંત દર વર્ષે તમારે રોકાણ વધારવું પડશે. આ રીતે તમે 17.5 વર્ષમાં એક કરોડ રૂપિયાનું ફંડ જમા કરી શકો છો. આવો જાણી લઈએ આ ત્રણ સ્ટેપ.

મ્યુચઅલ ફંડ SIPમાં મહિનાનું 5,000 રૂપિયા રોકાણ શરૂ કરો

સ્ક્રિપબોક્સના પ્લાન અનુસાર સૌથી પહેલા તમારે મ્યુચઅલ ફંડ SIP માં દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ શરૂ કરવું પડશે. કરોડપતિ બનવાની દિશામાં આ તમારું પહેલું પગલું રહેશે.

દર વર્ષે 15 ટકા સુધી વધારવું પડશે રોકાણ

Loksabha Election

પહેલા વર્ષે દર મહિને 5,000 રોકાણ બાદ તમને SIPમાં પોતાનું રોકણ દર વર્ષે 15 ટકા સુધી વધારવાનું રહેશે. એટલે કે બીજા વર્ષે તમારે SIPમાં 5,750 રૂપિયા રોકાણ કરવાનું રહેશે. ત્યાર બાદ આવતા વર્ષે તમારે ફરી પોતાનું રોકાણ 15 ટકા વધારવાનું રહેશે. આવું તમારે સતત 7 વર્ષ સુધી કરતા રહેવું પડશે.

ફંડ પર રાખો નજર

આ સાથે જ તમારે ધીરજ રાખીને ફંડ વધવા દેવું પડશે. તમારે આ ફંડમાંથી વચ્ચેથી પૈસા ઉપાડી નથી લેવાના અને જો ઉપાડી લેશો તો તમારા લક્ષને મેળવી નહીં શકો.

17.5 વર્ષમાં બની જશે એક કરોડનું ફંડ

જો તમને રોકાણ પણ વાર્ષિક 14 ટકા રિટર્ન મળે છે તો 17.5 વર્ષમાં તમે એક કરોડ રૂપિયાનું ફંડ બનાવી લેશો.

Read Also

Related posts

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન 6માંથી 5 ટાર્ગેટ તોડી પડાયાં હતાં: IAF નો રિવ્યૂ રિપોર્ટ

Bansari

પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળશે, આ દેશની દાદાગીરી સામે મોદી ઝૂકી ગયા

Karan

સુપરસ્ટાર સલમાનખાનના પિતા સલીમ ખાનને મોહન ભાગવતના હસ્તે અપાયો આ એવોર્ડ

Mansi Patel