મ્યુચ્યુઅલ ફંડને ઉત્તમ રિટર્ન માટે સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. મોટા ભાગે જો તમે તેમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) ના આધારે રોકાણ કરવા ઇચ્છો છો તો વધારે લાભ થઇ શકે છે. તેમાં તમને 50 લાખ સુધીના ફ્રી વીમા સહિત અન્ય સુવિધાઓ પણ મળે છે. અનેક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ SIP વીમા કવર વધારાના લાભ તરીકે આપે છે. જ્યારે કેટલાંકમાં તે ટર્મ ઇન્શ્યોરન્સ અને બાકી જગ્યાએ ગ્રુપ વીમા પોલિસીના રૂપમાં ઉપલબ્ધ થશે.

SIP ના આધારે રોકાણ જો એક નક્કી ગાળા માટે કરવામાં આવે તો રોકાણકારોએ કોઇ પ્રીમિયમ આપવાનું નહીં રહે અને વીમા કવરેજ મફતમાં મળશે. તે ફ્રી વીમા કવર ફંડ હાઉસ દ્વારા કેટલીક પસંદગીની સ્કીમો પર આપવામાં આવે છે. સામાન્ય રીતે તે લાભ ત્યારે મળશે કે જ્યારે રોકાણકારએ 36 મહીનાના SIP નો વિકલ્પ પસંદ કર્યો હોય. તેમાં જીવન વીમાની રકમ પહેલાં વર્ષ બાદ વધતી રહે છે.
જાણો કોણ લઇ શકે છે આ સ્કીમનો લાભ
આમ તો 18થી 50 વર્ષની વચ્ચેની કોઇ પણ વ્યક્તિ SIP વીમાનો લાભ લઇ શકે છે, પરંતુ કવરેજ સમાપ્ત થવાનો ગાળો તમારી 55 અથવા 60 વર્ષની ઉંમર સુધી હોઇ શકે છે. તેમાં વધારે કવરેજની સીમા અલગ-અલગ ફંડ હાઉસો તરફથી નક્કી કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ કે જ્યાં 21 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે, બીજી બાજુ બીજા ફંડ હાઉસ 50 લાખ રૂપિયા સુધીનો વીમા આપી રહ્યાં છે.

જાણો કેવી રીતે છે ફાયદાનો સોદો
જીવન વીમાની રકમ પહેલાં વર્ષ બાદ વધતી રહે છે. એવામાં માની લો કે, કવરેજ પ્રથમ વર્ષમાં 20 ગણો, બીજા વર્ષમાં 75 ગણો અને ત્રીજા વર્ષથી 120 ગણો વધી શકે છે. એટલાં માટે જો માસિક SIP રકમ 10 હજાર રૂપિયા છે, તો પ્રથમ વર્ષમાં જ કવરેજ 2 લાખ રૂપિયા, બીજામાં 7.5 લાખ રૂપિયા અને ત્રીજા વર્ષથી 12 લાખ રૂપિય હશે. આ રીતે અધિનિયમ કવરેજ 50 લાખનું હશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- યૂપીમાં હવે અખિલેશે આપ્યો રાજકીય લડાઈને નવો રંગ, લગાવ્યા આવા પોસ્ટર્સ
- 6 લાખ વર્ષ જૂના નેપાળી પથ્થરમાંથી જ કેમ બનાવવામાં આવશે રામલલ્લાની મૂર્તિ? જાણો તેની પાછળનું રહસ્ય
- ભાજપ અખિલેશ યાદવને ટેન્શન આપવાની તૈયારીમાં! જાણો સપાના આ ધારાસભ્યએ શું કરી હલચલ!
- શું તમે ક્યારેય રેટ્રો વૉકિંગ વિશે સાંભળ્યું છે? જીમ ન જનારા લોકો માટે છે શ્રેષ્ઠ કસરત
- Relationship Mistakes/ કપલમાં શા માટે થાય છે આટલા ઝઘડા? અહિ થઇ રહિ છે ભૂલો