જો તમે પણ બજાર કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા માગતા હોવ તો તમારી પાસે શાનદાર તક છે. લગ્નસરાની સીઝનમાં જ્યાં એક તરફ સોનાના ભાવ આસમાને છે ત્યાં મુથુટ મિનિ ફાઇનાન્સર્સ તમને સસ્તુ સોનુ ખરીદવાનો મોકો આપી રહી છે. તમે 23 ડિસેમ્બરે ખરીદી કરી શકો છો. અસલમાં કંપની દિલ્હી સહિત અનેક શહેરોમાં પોતાના સેન્ટર્સ પર સોનાની હરાજી કરવા જઇ રહી છે. તમે પણ તેમાં ભાગ લઇને લાભ મેળવી શકો છો. હરાજી અલગ અલગ સેન્ટર્સ પર અલગ અલગ દિવસોમાં કરવામાં આવશે. જાણો કેવી રીતે મળશે લાભ…
ચેક કરો દિલ્હીમાં કયા દિવસે ક્યાં મળશે સસ્તુ સોનુ

1. સાઉથ વેસ્ટ દિલ્હી ડિસ્ટ્રીક્ટ ઓક્શન

તારીખ– 23-12-2020
સ્થળ- મુથુટ મિનિ ફાઇનાન્શિયર્સ લિમિટેડ શૉપ નંબર 130/1 જનકપુરી ડી બ્લોક, ન્યૂ દિલ્હી- 110046
2. ઇસ્ટ દિલ્હી ડિસ્ટ્રિક્ટ ઓક્શન
તારીખ – 23-12-2020
સ્થળ- મુથુટ મિનિ ફાઇનાન્શર્સ લિમિટેડ શૉપ નંબર E-23 F-1 ફર્સ્ટ ફ્લોર, દિલશાદ કોલોની, ન્યૂ દિલ્હી- 110095

3. બેસ્ટ દિલ્હી ડિસ્ટ્રિક્ટ ઓક્શન
તારીખ – 23-12-2020
સ્થળ- મુથુટ મિનિ ફાઇનાન્શર્સ લિમિટેડ ગ્રાઉન્ડ ફ્લોર B-34 ખેસરા નંબર 74/19, નિયમ ઉત્તમ નગર ઇસ્ટ મેટ્રો સ્ટેશન, ન્યૂ દિલ્હી- 110059
4. સાઉથ દિલ્હી ડિસ્ટ્રિક્ટ ઓક્શન
તારીખ – 23-12-2020
સ્થળ- મુથુટ મિનિ ફાઇનાન્શર્સ લિમિટેડ TA-94, ગ્રાઉન્ડ ફ્લોર, ખેસરા નંબર 67, તુગલકાબાદ એક્સટેંશન જીન્યૂ દિલ્હી – 110019
5. ફરીદાબાદ દિલ્હી ડિસ્ટ્રિક્ટ ઓક્શન
તારીખ – 23-12-2020
સ્થળ- મુથુટ મિનિ ફાઇનાન્શર્સ લિમિટેડ શૉપ નંબર-1, ગ્રાઉન્ડ ફ્લોર આંબેડકર ચોક મોહન રોજ, વલ્લભગઢ, ફરીદાબાદ-121004

હરાજીની જાણકારી
મુથુટ મિનિ ફાઇનાન્શર્સે જાહેરાત દ્વારા જાણકારી આપી છે. હકીકતમાં તે જલ્દી જ પોતાની પાસે રહેલા સોનાની હરાજી કરવા જઇ રહી છે. જેને ગિરવે રાખીને લોન લેનારાઓએ અત્યાર સુધી લોનની રકમ નથી ચુકવી. જ્યારે આ અંગે તેમને વારંવાર નોટિસ ફટકારવામાં આવી છે. તેવામાં મુથુટ મિનિ તેની હરાજી કરીને તેની ભરપાઇ રહી છે. આ હરાજી દિલ્હીના સેન્ટર્સ પર 23 ડિસેમ્બર 2020એ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. જો આપવામાં આવેલી તારીખ પર હરાજી નહી થઇ શકે તો તેના માટે આગામી તારીખ નિર્ધારિત થશે.
ખરીદદારોએ આપવુ પડશે પેન કાર્ડ
આ હરાજી દ્વારા સસ્તુ સોનુ ખરીદવા માટે કંપની તમારી પાસે પેન કાર્ડ, GST સર્ટિફિકેટ અથવા અન્ય ઓળખ પત્ર માંગશે. આ ઉપરાંત હરાજી પહેલા તમારે કંપની દ્વારા નિશ્વિત રકમ જમા કરવી પડશે. આ રકમ રિફંડેબલ હશે.
કંપનીએ નોટિસ ફટકારી
જણાવી દઇએ કે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ તરફથી હરાજી પહેલા તે ગ્રાહકોને નોટિસ ફટકારવામાં આવે છે જેમણે ગોલ્ડ લીધા બાદ 12 મહિના સુધી પોતાની ઇએમઆઇ ચુકવી નથી હોતી. તે બાદ પણ કસ્ટમર લોન ન ચુકવે તો આરબીઆઇના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ જો ગ્રાહક ઇચ્છે તો હરાજીની તારીખ પહેલા ગિરવે મુકેલુ સોનુ છોડાવી શકે છે.
Read Also
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ