GSTV
Gujarat Government Advertisement

નવો મ્યુટેન્ટ/ કોરોનાનો નવો સ્ટ્રેન 10 ગણું વધારે ફેલાવે છે સંક્રમણ, દેશભરમાં હાહાકાર મચાવશે

કોરોના

Last Updated on May 3, 2021 by Harshad Patel

કોરોના વાયરસના બીજા મોજાને કારણે દેશની પરિસ્થિતિ બેકાબૂ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં 26 એપ્રિલથી 2 મેની વચ્ચે 26 લાખ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 23,800 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દરમિયાન, વૈજ્ઞાનિકોએ આ જીવલેણ વાયરસના આવા મ્યુટન્ટ્સને શોધી કાઢ્યા છે. જે બાકીના સ્ટ્રેન કરતાં 10 ગણા વધુ ચેપી છે. દેશમાં કોરોના વાયરસનો નવો મ્યુટેન્ટ મળ્યો છે તે અન્બાયની સરખામણીમાં ખતરનાક છે. કોરોનાના પહેલાના સ્ટ્રેન કરતા 10 ગણુ વધારે સંક્રમણ ફેલાવે છે.

26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા મામલા સામે આવ્યા

એક અહેવાલ પ્રમાણે દેશમાં 26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા મામલા સામે આવ્યા હતા અને 23800 દર્દીઓના મોત થયા છે. તેની વચ્ચે વૈજ્ઞાનિકોને આ ખતરનાક મ્યુટેન્ટની જાણકારી મળી છે. જે બીજા તમામ સ્ટ્રેન કરતા 10 ગણું અને વધારેમાં વધારે 1000 ગણુ વધારે સંક્રમણ ફેલાવી શકે છે. જેના કારણે દેશના ઘણા ભાગમાં કોરોનાની લહેરે આક્રમક સ્વરુપ ધારણ કરી લીધું છે.

કોરોના વાયરસના લેટેસ્ટ મ્યુટન્ટે હવે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી

દેશભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના લેટેસ્ટ મ્યુટન્ટે હવે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે બગડી રહી છે. વૈજ્ઞાનિકોએ આ મ્યુટેન્ટને N440K નામ આપ્યુ છે. તેમનું કહેવું છે કે, બાકીના સ્ટ્રેનના મુકાબલે આ મ્યુટેન્ટ 10 ગણુ વધારે સંક્રમણ ફેલાવી શકે છે. આ મ્યુટેન્ટના કારણે જ દેશમાં ઘણા સ્થળે હાહાકાર મચેલો છે.

કોરોના

આંધ્રપ્રદેશના કુર્નુલમાં મ્યુટન્ટ્સ પ્રથમ વખત મળ્યો

મ્યુટેન્ટ N440K પહેલી વખત આંધ્ર પ્રદેશના કરનૂલમાં જોવા મળ્યો હતો. હવે તે તેલંગાણા તેમજ આંધ્ર અને દેશના બીજા હિસ્સામાં તેજીથી ફેલાઈ રહ્યો છે.સંશોધકોનો દાવો છે કે, બીજી લહેરમાં આંધ્ર તથા તેલંગાણામાં જેટલા પણ નવા કેસ સામે આવ્યા છે તે આ વેરિએન્ટના કારણે આવ્યા છે. આ મ્યુટેન્ટને હૈદ્રાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ સાયન્ટિફિક એન્ડ ઈનોવેશન રિસર્ચના વૈજ્ઞાનિકોએ મળીને શોધ્યો છે.

દેશના 50 ટકા કેસ ફક્ત ચાર રાજ્યોમાંથી મળ્યા

છેલ્લા બે મહિનામાં, દેશના 50 ટકા કેસ ફક્ત ચાર રાજ્યો- કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને છત્તીસગઢમાંથી આવ્યા છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં આ પ્રકારનો ફેલાવો થયો છે. હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) અને ગાઝિયાબાદની એકેડેમી ફોર સાયન્ટિફિક એન્ડ ઇનોવેશન રિસર્ચના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!