દેશભરમાં હવે સરસવનું તેલ સસ્તુ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. FSSAIએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટનો હવાલો આપતા સરસવના તેલ પર બ્લેંડિંગની રોક હટાવાની વાત કહી છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં સરકારે બ્લેડિંગ કરવા પર રોક લગાવી દીધી હતી. જે બાદ ઓક્ટોબરમાં સરસવના તેલના ભાવ વધવાના શરૂ થઈ ગયા હતા.આજે દેશભરમાં સરસવનું તેલ 150થી 190 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યુ છે. બ્લેડિંગ પર રોક લગાવ્યા બાદ અમુક તેલ કંપનીવાળાએ દિલ્હી હાઈકોર્ટમાં ગયા હતા. આખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરનું કહેવુ છે કે, હાલમાં કોર્ટ તરફથી આ પ્રકારની જાણકારી મળી છે. ત્યારે હવે આશા છે કે, બ્લેડિંગ શરૂ થયા બાદ સરસવના તેલના ભાવ નીચે આવી જશે.
તેલમાં થતાં મિશ્રણની પ્રક્રિયાને બ્લેડિંગ કહેવાય છે. ફૂડ ઈંસ્પેક્ટર નિવૃત કેસી ગુપ્તા જણાવે છે કે, એક નિશ્ચિત માત્રા અંતર્ગત સરસવનું તેલમાં મિલાવટ થયા બાદ અન્ય તેલમાં તેની ભેળવણી કરવાની પ્રક્રિયાને બ્લેડિંગ કહેવાય છે. અત્યાર સુધીમાં સરસવના તેલમાં 20 ટકા બ્લેડીંગ થતી હતી. પણ સરકારે તેના પર રોક લગાવી દીધી હતી. તેની પાછળ સરકારનો તર્ક હતો કે, પ્યોર સરસવનું વેચાણ થશે તો તેની માગ પણ વધશે. બીજૂ કે, ભેળસેળની આડમાં કેટલાય લોકો તેનો ગોરખધંધો પણ ચલાવે છે. જો કે, હવે પ્યોર સરસવનું જ તેલ મળશે.

READ ALSO
- અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…
- શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત
- આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ