GSTV

મોટર ઇન્શ્યોરન્સ / શું કુદરતી આફતના કારણે કારને થતા નુકશાન પર મળે છે ક્લેમ? જો નથી તો આ આર્ટિકલ તમારા માટે જ છે

Last Updated on July 29, 2021 by Zainul Ansari

વરસાદની ઋતુમાં કાર લઇને ફરવાની મજા જ કઇક અલગ હોય છે, પરંતુ આ મોસમની મજા માણવાની સાથે તમારે સાવચેત રહેવું પણ જરૂરી છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થવાથી પથ્થરો પડી જવાને કારણે વાહનોને ભારે નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. વરસાદની ઋતુમાં કાર ઉપર ઝાડ પડવાની અથવા પાણી ભરાતા કાર અટવાઈ જવાની સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં તમારી કારને સુરક્ષિત રાખવા માટે, તમારે વીમો લેવાની જરૂર છે અને તે ખાતરી કરવી પણ મહત્વપૂર્ણ છે કે તમારું વીમો આવી આફતોને કારણે થતા નુકસાનને કવર કરે છે.

ક્લેમ

કોમ્પ્રિહેન્સિવ વીમો જ કામ આવશે

વરસાદની સીઝનમાં ઝાડ પડવા, ભૂસ્ખલન અને પાણી ભરાવાના કારણે તમારી કારને નુકશાન થવા, અથવા ભૂકંપ, તોફાન જેવી કુદરતી આફતથી તમારી કારને નુકશાન થવા પર તમે વીમા કંપનીને ક્લેમ કરી શકો છો, પરંતુ શરત એ છે કે તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ પોલિસી હોવી જોઇએ. માત્ર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ તમારી કારને કુદરતી આફતોના કારણે થયેલા નુકશાનને કવર નથી કરતું.

આ ભૂલ ટાળો

થર્ડ પાર્ટી વીમો એ મોટર વાહન અધિનિયમ મુજબ તમામ વાહન માલિકો માટેની કાનૂની આવશ્યકતા હોવાથી, ઘણા લોકો આ પ્લાન ખરીદે છે. પરંતુ જો તમે તમારી કારમાં લાંબા અંતરની મુસાફરી કરવા જઇ રહ્યા છો, તો પછી ફક્ત થર્ડ પાર્ટી પ્લાન રાખવો યોગ્ય નથી. તમારે કોમ્પ્રિહેન્સિવ કવરેજ લેવું જોઈએ. વ્હીકલ ઇન્શ્યોરન્સ લેતી વખતે લોકો સામાન્ય રીતે થર્ડ પાર્ટી ડેમેજ વિશે વધુ વિચારે છે, પરંતુ તમારે કુદરતી આફતોને કારણે કારને થતાં નુકસાનને પણ ધ્યાનમાં લેવું જોઈએ.

કારને નુકશાન થયા પછી શું કરવું

કોઈ પણ ઘટના બને તો નુકસાન માટે વળતર મેળવવા માટે તમારે વીમા કંપની સમક્ષ દાવો કરવો પડશે. તમારે નામ, ફોન નંબર, વાહન નંબર, નોંધણી નંબર અને અન્ય દસ્તાવેજો સાથે વીમા કંપનીમાં દાવાની અરજી કરવી પડશે. વીમા કંપનીમાં દાવાની નોંધણી થઈ જાય, પછી કંપની તરફથી આગળની સૂચનાની રાહ જુઓ.

સૌથી પહેલા કરો આ કામ

તમારે સૌથી પહેલા દરેક એન્ગલથી તમારી કારનો ફોટો લેવો જોઈએ અને વીડિયો શૂટ કરવો જોઈએ. કઇ તારીખ, સમય અને સ્થળ પર અકસ્માત થયો, તેને લખીને રાખો. જો આ અકસ્માત અંગે સમાચાર પ્રકાશિત થયા છે, તો તેની કટીંગ અથવા ન્યૂઝ સાઇટ પર સમાચાર અંગે રિપોર્ટિંગ થઇ છે, તો તેની લિંક સેવ કરી લો.

જ્યાં સુધી વીમા કંપની કોઈ સર્વેયર મોકલે નહીં ત્યાં સુધી કારને ન ત્યાંથી ના કાઢો અને જ્યાં સુધી કંપની તમને તેની મરામત કરવાનું ન કહે ત્યાં સુધી તેને ગેરેજમાં ન લઇ જાવ.

જ્યારે કાર પાણીમાં અટવાઇ જાય ત્યારે કારનું એન્જિનને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરો. સામાન્ય રીતે એન્જિનના નુકસાને કાર વીમા પોલિસીમાં આવરી લેવામાં આવે છે. પરંતુ, ડ્રાઇવર તેને ચાલુ કરવાનો પ્રયાસ કરે છે અને તેને નુકશાન થાય છે, તો પોલિસી તેને કવર નથી કરતી.

તમે બેઝિક કવર સાથે વિવિધ એડ-ઓન કવર પણ લઇ શકો છો, જેવા કે શૂન્ય ડેપ્રીસિએશન કવર, એન્જિન પ્રોટેક્શન કવર, રોડ સાઇડ આસિસ્ટન્ટ કવર, એન્જિન અને ઇલેક્ટ્રોનિક્સ કવર, ટાયર પ્રોટેક્શન કવર વગેરે.

Read Also

Related posts

પીએમ મોદીની અમેરિકા યાત્રાની સાથે જ ઇન્ટરનેટ પર છવાયું પ્રશ્નોનું વાવાઝોડું, શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે?

Zainul Ansari

BIG BREAKING: દેશના હિમાચલ પ્રદેશની એક સ્કૂલમાં 79 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્કૂલ સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું

pratik shah

પાકિસ્તાનનું શું ભવિષ્ય? પાકમાં કોઈ રમવા તૈયાર નથી, પશ્ચિમના દેશો થયા એક PCB ચીફે ઠાલવ્યો ઉભરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!