GSTV

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ભૂખને કંટ્રોલ કરવા આ વસ્તુનું કરો સેવન, દિવસભર મળશે જરરી ઉર્જા

નવરાત્રિમાં જો તમે ઉપવાસ રાખી રહ્યા છે. તો આવી વસ્તુનું સેવન કરે જો તમને ઉર્જાની સાથે સ્વાસ્થને ઘણા ફાયદા આપી શકે છે. મખાના પણ ઉપવાસમાં લેવામાં આવતો એક એવો જ મેવો છે જે તમને સ્વાસ્થ્યના ઘણા ફાયદા આપી શકે છે. ઉપવાસમાં આ આહાર હળવો અને પાચક હોય છે જે તમારી ભૂખને પણ કંટ્રોલ કરશે અને તમને જરૂરી ઉર્જા પણ આપશે. વ્રત દરમિયાન ક્યારેક-ક્યારેક ચિડચિડિયારપણુ અને તણાવ પણ હોય છે. એવામાં આ તણાવને ઓછુ કરવામાં મદદ કરે છે અને મન અને મસ્તિષ્કને શાંત રાખે છે.

  • જો વ્રત દરમિયાન તમને ઉંઘ ન આવવાની સમસ્યા થઈ રહી છે તો મખાના તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. રાત્રે સૂતા પહેલા દૂધની સાથે તેનુ સેવન કરો અને ચેનની ઉંઘ મેળવો
  • જો તમે ડાયાબિટિઝના દર્દી છો તો ઉપવાસ દરમિયાન મખાના તમારા માટે બેસ્ટ ફૂડ સાબિત થઈ શકે છે. તેનાથી શુગર કંટ્રોલમાં મદદ મળે છે.

જાણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલ અન્ય લાભ

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે મખાનેનું સેવન નિયમિત રૂપથી કરવુ જોઈએ. આ ન માત્ર તેમના બ્લડ પ્રેશરને સંતુલિત બનાવી રાખશે, પરંતુ તેમને હાઈ બ્લડ પ્રેશરના કારણે થનાર જોખમથી પણ સુરક્ષા પ્રદાન કરશે. ખરેખર મખાનેમાં મેગ્નેશિયમની માત્રા મળી આવે છે. આ એક એવુ મિનરલ છે જે શરીરના બ્લડ પ્રેશરને સંતુલિત બનાવી રાખવામાં મદદગાર સાબિત થાય છે.

હાડકાઓને બનાવશે મજબૂત

વૃદ્ધ લોકો દિવસમાં બે વખત મખાનેનું સેવન કરી શકે છે. એવુ એટલા માટે કહેવામા આવી રહ્યુ છે કારણ કે, તેમાં કેલ્શિયમની પર્યાપ્ત પ્રમાણ મળી આવે છે. આ વધતી ઉંમરની સાથે હાડકાઓને નબળા થવાથી બચાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. જ્યારે કે, અન્ય ઉંમરના લોકોને પણ તેનાથી હાડકાઓને મજબૂત બનાવવા માટે એક લાભદાયક ખાદ્ય પદાર્થના રૂપમાં ખાઈ શકેછે.

ડાયાબિટિઝના દર્દીઓ માટે

ડાયાબિટિઝથી ઝઝૂમી રહેલા લોકો પણ મખાનેનુ સેવન કરી શકે છે. માહિતી પ્રમાણએે મખાનેમાં લો ગ્લાઈસેમિક ઈંડેક્સ હોય છે. આ એક એવો ગુણ છે જે ડાયાબિટઝના કારણે થનાર જોખમને ઓછુ કરવામાં સક્રિય રૂપથી મદદ કરે છે. તેથી જો તમારા ઘરમાં કોઈ ડાયાબિટિઝથી પીડિત છે તો તેને મખાનેનું સેવન કરવાની સલાહ આપવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!