GSTV

દેશભરમાં હજારો મુસ્લિમો આવ્યા રોડ પર, ફ્રાંસનો ધ્વજ સળગાવી આપી આ ચેતવણી

ફ્રાન્સમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ પર કરવામાં આવતી કડક કાર્યવાહીના વિરોધમાં દેશભરના મુસ્લિમો ફરી એકવાર CAA (સીએએ) વિરોધી આંદોલનની જેમ રસ્તાઓ પર ઉતરી ગયા છે. શુક્રવારે મુસ્લિમોએ જુદા જુદા શહેરોમાં રાષ્ટ્રપતિ (Emmanuel Macron) ઇમેન્યુઅલ મેક્રોનના પોસ્ટરો સળગાવ્યા હતા. ફ્રેન્ચ ધ્વજને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

કોંગ્રેસના ધારાસભ્યએ હજારો લોકો સાથે નોંધાવ્યો હતો વિરોધ

શુક્રવારે ભોપાલમાં કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદની આગેવાની હેઠળ એક પ્રદર્શન યોજાયું હતું. ઇકબાલ મેદાન ખાતે પ્રદર્શન માટે હજારો મુસ્લિમો ઉમટ્યા હતા. આ સમય દરમિયાન, ભડકાઉ ભાષણો કરતી વખતે ફ્રાન્સના અલ્લાહના મહિમાનું અપમાન કરવા બદલ અંજામ ભોગવવાની ધમકી આપી હતી. લોકોએ મૈંક્રાના પુતળા સાથે મારપીટ કરી હતી. 

મુસ્લિમો પણ મુંબઈના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા

મુંબઈની રઝા એકેડમીના નેતૃત્વમાં સેંકડો મુસ્લિમોએ ફ્રાંસ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સમય દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ બહુમતી ભીંડી બજાર વિસ્તારમાં રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૈંક્રાના ફોટાવાળા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. લોકો તે પોસ્ટરો ઉપર ચાલતા હતા. યુપીના અલીગઢમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મૈંક્રા સામે વિરોધ દર્શાવ્યો. ફ્રાન્સ સામે રસ્તાઓ પર પણ ઉતર્યા હતા.

બરેલીમાં ફ્રેન્ચ ધ્વજને સળગાવાયા

બરેલીમાં દરગાહ આલા હઝરતથી સેંકડો લોકો માસ્ક પહેર્યા વિના સામાજિક અંતર લીધા વિના રોડ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, આ દરમિયાન મેંક્રો વિરુદ્ધ નિવેદનો આપતી વખતે ફ્રેન્ચ ધ્વજ સળગાવી દેવામાં આવ્યો હતો. વહીવટી પરવાનગી વગર નીકળેલા આ જૂલૂસ પર મૌન રહ્યો. સિટી મેજિસ્ટ્રેટે પટેલ ચોક ખાતે આવીને રાષ્ટ્રપતિને નામે સંબોધિત મેમોરેન્ડમ લીધું હતું.

પરવાનગી વગર પ્રદર્શન કરવા અંગે ભોપાલમાં કડક વલણ અપનાવ્યું

બીજી તરફ, શિવરાજ ચૌહાણ સરકારે કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને પરવાનગી વગર પ્રદર્શન કરવા અંગે ભોપાલમાં કડક વલણ અપનાવ્યું છે. સીએમ શિવરાજ સિંહના આદેશથી કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદ સહિતના તમામ વિરોધીઓ સામે આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના અંગે કડક પ્રતિક્રિયા આપતાં સીએમએ કહ્યું કે મધ્યપ્રદેશ શાંતિનું એક ટાપુ છે. તેમની સરકાર શાંતિને ખલેલ પાડનારાઓ સાથે સખત કાર્યવાહી કરશે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!