GSTV
Gujarat Government Advertisement

મનમોહનસિંહ તો વાતો કરતા હતા અને મેં કરી બતાવ્યું એટલે વિપક્ષ મારો વિરોધ કરે છે : મોદી

Last Updated on December 23, 2019 by Mayur

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર લોકોમાં ડર ફેલાવવાનો અને નાગરિકતા સુધારા કાયદા અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે તેમની સરકારની યોજનાઓમાં ક્યારેય ધર્મના આદારે ભેદભાવ નથી કરાયો. નાગરિકતા કાયદાનો દૃઢતાથી બચાવ કરતાં તેમણે દાવો કર્યો કે નાગરિકતા કાયદા અને એનઆરસીને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવા-દેવા નથી.

તેમણે લોકોને ‘ઉશ્કેરવા’ અને પોતાને નિશાન બનાવવા માટે દેશનું વિભાજન કરવાનો પ્રયાસ કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. રામલીલા મેદાનમાં એક મોટી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ રવિવારે પહેલી વખત નાગરિકતા કાયદા મુદ્દે લોકોમાં ફેલાયેલા ડર અને ભ્રમને દૂર કરવા માટે નિવેદન કર્યું હતું. વડાપ્રધાને રામલીલા મેદાન ખાતે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવા બદલ યોજાયેલી ધન્યવાદ રેલી મારફત નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એકબાજુ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી તો બીજીબાજુ તેમણે નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી અંગે સૌપ્રથમ વખત નિવેદન આપ્યું હતું.

તેમના લગભગ 100 મિનિટના ભાષણમાં સતત વિપક્ષ પર હુમલો કરતાં મોદીએ તેમના સત્તા પર પાછા આવવાથી વિપક્ષને આઘાત લાગ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે ‘વિવિધતા મેં એકતા, ભારત કી વિશિષ્ટતા’ સૂત્રથી ભાષણની શરૂઆત કરી હતી. 

કોંગ્રેસ-અર્બન નક્સલો જુઠ્ઠાણું ફેલાવે છે

વડાપ્રધાને જણાવ્યું કે સરકાર લોકોના અિધકારો આંચકી લેવા માટે આ કાયદો લઈને આવી છે તેવું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે. વોટ બેંકની રાજનીતિ કરનારા અને પોતાને ભારતના ભાગ્ય વિધાતા માનનારા અને દેશની જનતા દ્વારા નકારી કઢાયેલા પક્ષો અને અર્બન નક્સલોએ બદઈરાદાપૂર્વક દેશને બદનામ કરવાનું કાવતરૂં રચ્યું છે. દેશવાસીઓએ આવા લોકોને ઓળખવાની જરૂર છે.

સીએએથી નવા શરણાર્થીઓને લાભ નહીં

વડાપ્રધાને કહ્યું કે નાગરિકતા કાયદો એવા લોકો પર લાગુ થશે, જે વર્ષોથી ભારતમાં શરણાર્થી તરીકે રહે છે અને જેઓ પડોશી દેશોમાં હેરાનગતિનો સામનો કરી ભારતમાં આશરો લેવા આવ્યા છે. નવા કોઈ શરણાર્થીને આ કાયદાનો લાભ નહીં મળે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક હેરાનગતિના કારણે આવેલા લોકોને સલામતી પાડવા માટે આ કાયદો છે.  મોદીએ કહ્યું કે આ વાત સંસદમાં કહેવાઈ છે. આ કાયદાથી આ દેશમાં રહેતા 130 કરોડથી વધુ લોકોને સ્નાન સુતકનો ય સંબંધ નથી.

મહાત્મા ગાંધીના વચનનો અમે અમલ કર્યો

તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શિખ સાથીઓને જ્યારે લાગે કે તેમને ભારત આવવું જોઈએ તો તેમનું સ્વાગત છે. આ છૂટછાટો ત્યારની ભારત સરકારના વચન મુજબ છે. એક સમયે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેલહોત, તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનરજી અને ડાબેરી નેતા પ્રકાશ કરાત પણ પડોશી દેશોના શરણાર્થીઓને નાગરિકતા આપવાની ભલામણ કરતાં હતાં. 

ભણેલા છો – કાયદો તો વાંચો

કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથીઓ, શહેરોમાં રહેતા કેટલાક ભણેલ-ગણેલા નક્સલી-અર્બન નક્સલીઓ એવી અફવા ફેલાવી રહ્યા છે કે બધા જ મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે.   તમે ભણેલા છો. એક વખત વાંચી તો લો નાગરિકતા સુધારા કાયદો છે શું? હજી પણ કોઈના મનમાં ભ્રમ હોય તો હું કહું છું કે કોંગ્રેસ અને અર્બન નક્સલીઓ દ્વારા ઉડાવાયેલી ડિટેન્શન સેન્ટરની અફવા સદંતર ખોટી છે. જે હિન્દુસ્તાનના મુસ્લિમ છે, તેમને નાગરિકતા કાયદો અને એનઆરસી બંને સાથે કોઈ લેવા-દેવા નથી.

વિપક્ષ પર ભાગલા પાડવાનો આક્ષેપ

કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે વોટબેંકનું રાજકારણ કરનારા અને પોતાને ભારતના ભાગ્ય વિધાતા માનનારાને આજે દેશની જનતાએ નકારી કાઢ્યા છે તો તેમણે તેમનું જૂનું હિથયાર કાઢ્યું છે – ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી પોતાનું ઉલ્લુ સીધું કરો. તેમણે કહ્યું કે 100 વર્ષ જૂના રાજકીય પક્ષના નેતાઓ શાંતિ માટે અવાજ ઉઠાવવા તૈયાર નથી અને મૌન રહીને પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકો પરની હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

સર્ટિફિકેટોના નામે ભ્રમિત કરાય છે

વડાપ્રધાને કહ્યું કે આજે જે લોકો કાગળ-કાગળ, સર્ટિફિકેટ-સર્ટિફિકેટના નામે મુસ્લિમોને ભ્રમિત કરી રહ્યા છે, તેમણે એ યાદ રાખવું જોઈએ કે અમે ગરીબોની ભલાઈ માટે, યોજનાઓના લાભાર્થી પસંદ કરતી વખતે ક્યારેય કાગળોના અવરોધો નથી લાવ્યા. અમે યોજનાઓના લાભાર્થી પાસેથી ક્યારેય ધર્મનું, જાતિનું પ્રમાણપત્ર નથી માગ્યું. અમે માત્ર ગરીબોને ધ્યાનમાં રાખ્યા છે.

પાક.માં હજી પણ દલિતો સાથે દુર્વ્યવહાર

પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનમાંથી જે શરણાર્થીઓ આવ્યા છે, તેમાં મોટાભાગના દલિત પરિવારો છે. ત્યાં આજે પણ દલિતો સાથે દુર્વ્યવહાર થાય છે. ત્યાં પુત્રીઓ સાથે અત્યાચાર થાય છે, બળજબરીથી લગ્ન કરીને તેમને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરાય છે. દલિત રાજકારણ કરનારા લોકોને પણ હું પૂછવા માગું છું કે તમે આટલા વર્ષો સુધી ચૂપ કેમ રહ્યા, તમને આ દલિતોની તકલીફ કેમ દેખાઈ નહીં. આ એવા લોકો છે જેમનું રાજકારણ દાયકાઓ સુધી વોટબેંક પર જ ટક્યું છે.

વિદેશમાં સન્માન મળવાથી વિપક્ષ પરેશાન

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથીઓ આજે એ વાતથી પરેશાન છે કે મોદીને શા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં આટલું સમર્થન મળે છે. શા માટે આ દેશો મોદીને આટલા પસંદ કરે છે? અફઘાનિસ્તાન હોય કે પેલેસ્ટાઈન, સાઉદી અરબ હોય કે યુએઈ, માલદીવ હોય કે બહરેન આ બધા દેશોએ ભારતને તેમનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે. ભારતની ંસસ્કૃતિ સાથે પોતાના સંબંધો વધુ ગાઢ અને પ્રગાઢ કરવાનો પ્રયાસ કર્યો છે.

મોદીનું પૂતળું સળગાવો, ગરીબની રક્ષા નહીં

વડાપ્રધાને કહ્યું કે હું આ લોકોને કહેવા માગું છું કે મોદીને દેશની જનતાએ બેસાડયા, તે તમને પસંદ ન હોય તો તમે મોદીને ગાળો આપો, વિરોધ કરો, મોદીનું પૂતળું સળગાવો. પરંતુ દેશની સંપત્તિ ન સળગાવો. ગરીબની રિક્ષા ન સળગાવો. સ્કૂલ બસો પર હુમલા, ટ્રેનો પર હુમલા, મોટર સાઈકલો, ગાડીઓ સળગાવાયા. સરકારી સંપત્તિને ખાખ કરી દેવાઈ. હવે આ બધાના ઈરાદાઓ દેશ આખો જાણી ચૂક્યો છે.

પોલીસનો બચાવ કર્યો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પોલીસવાળાને પોતાની ફરજ નિભાવતી વખતે હિંસાનો શિકાર થવું પડે છે. જે પોલીસવાળા પર આ લોકો પથૃથરો ફેંકી રહ્યા છે, તેમને ઈજા પહોંચાડીને તમને શું મળશે? આઝાદી પછી 33 હજારથી વધુ પોલીસવાળાએ શાંતિ માટે, તમારી સલામતી માટે શહાદત વહોરી છે. કોઈ સંકટ કે સમસ્યા આવે તો આ પોલીસવાળા ધર્મ નથી પૂછા, જાતિ નથી પૂછતા, ઠંડી નથી જોતા, વરસાદ નથી જોતા અને તમારી મદદ માટે આવીને ઊભા રહે છે.

વડાપ્રધાન મોદી ડિટેન્શન સેન્ટરો મુદ્દે જૂઠું બોલ્યા ?

મોદીએ ‘ધન્યવાદ રેલી’માં કોંગ્રેસ જૂઠાણાં ફેલાવી રહી હોવાનો દાવો કરીને કહ્યું કે, ભારતમાં ક્યાંય પણ ડીટેન્શન સેન્ટર નથી. કોંગ્રેસે વળતો પ્રહાર કરીને મોદી જૂઠાણાં ફેલાવતાં હોવાનો દાવો કરીને તેમને ગુગલ પર સર્ચ કરવા કહ્યું છે. કોંગ્રેસે સાથે સાથે ત્રણ અખબારોનાં કટિંગ પણ ટ્વિટ કર્યાં છે. આ પૈકીના એક કટિંગમાં કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે, આસામમાં આવેલાં ડીટેન્શન સેન્ટરોમાં 28 ગેરકાયદેસર રીતે રહેનારા લોકોનાં મોત થયાં છે. નિત્યાનંદ રાય મોદી સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન છે. કોંગ્રેસે કરેલો દાવો સાચો છે કેમ કે રાયે રાજ્યસભામાં પણ આ જ માહિતી આપી હતી. તેમણે રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે, આસામમાં છ ડીટેન્શન સેન્ટરમાં ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 ઘૂસણખોરોને રખાયા છે. આ સેન્ટરોમાં શું સગવડો છે તેની માહિતી પણ તેમણે આપી હતી. હવે મોદી અલગ જ વાત કરે છે ત્યારે તેમને સાચા માનવા કે તેમની સરકારે રાજ્યસભામાં કરેલી કબૂલાતને સાચી માનવી?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!