GSTV
Home » News » 1935થી મુસ્લિમો ત્યાં નમાઝ નથી પઢતા, જેથી હિન્દુને જમીન આપવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી : વકીલ રાજીવ કુમાર

1935થી મુસ્લિમો ત્યાં નમાઝ નથી પઢતા, જેથી હિન્દુને જમીન આપવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી : વકીલ રાજીવ કુમાર

સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ વિવાદ પર રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 9 દિવસની સુનાવણી પૂરી થઈ છે અને આજે સુનાવણીનો 10મો દિવસ છે. અત્યાર સુધી નિર્મોહી અખાડા અને રામલાલાના વિરાજમાનના વકીલે તેમનો પક્ષ કોર્ટમાં રજૂ કરી દીધો છે.

બુધવારે સાંજે સુનાવણી ખતમ થતા પહેલાં ગોપાલ સિંહ વિશારદ તરફથી વકીલ રંજીત સિંહ તેમની દલીલ રજૂ કરી રહ્યા છે. આજે પણ તેઓ તેમની વાત આગળ ચાલુ રાખશે. ગોપાલ સિંહ વિશારદના વકીલ રાજીવ કુમાર તરફથી કહેવામાં આવ્યું છે કે, 1949માં મુસ્લિમ પાર્ટીએ કહ્યું હતું કે, તેઓ 1935થી ત્યાં નમાઝ નથી પઢતા.

ranjit kumar ayodhya

આ સંજોગોમાં જો હિન્દુઓને આ જમીન આપવામાં આવે તો તેમને કોઈ મુશ્કેલી નથી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એફિડેવિટની માન્યતા વિશે પૂછ્યું હતું અને પૂછ્યું હતું કે શું આ એફિડેવિટ વેરિફાઈ છે? જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, એફિડેવિટ ત્યારે આપવામાં આવી હતી જ્યારે સરકાર જમીન રિસીવરને સોંપવા ઈચ્છતી હતી. શું આ વાતો ક્યારેય મેજિસ્ટ્રેટ સામે પ્રૂવ થઈ શકી છે.

Read Also

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!