GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

મોદી સરકાર ચિંતામાં, મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય પણ આપશે મુસ્લિમોને અનામત

સરકારી શિક્ષણ સંસ્થાઓમાં મુસ્લિમોને 5 ટકા અનામત આપવાનું મહારાષ્ટ્ર સરકાર જાહેર કરી ચુકી છે. હવે મધ્યપ્રદેશ સરકારના મંત્રીએ પણ કહ્યું છે કે, સરકાર અલ્પસંખ્યકો વિશે ખાસ એજન્ડા તૈયાર કરી રહી છે. મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશની સરકાર પણ આ અંગે વિચારી રહી છે.

મધ્ય પ્રદેશના મંત્રીએ આપ્યા સંકેત

મહારાષ્ટ્ર સરકાર મુસ્લિમોને સરકારી શિક્ષણ સંસ્થાઓમાં અનામત આપવાની જાહેરાત કર્યા બાદ હવે મધ્ય પ્રદેશ સરકારના મંત્રી હુકુમ સિંહ કરાડાએ કહ્યું હતું કે, અલ્પસંખ્યકો વિશે અમારો એજન્ડા તૈયાર છે. થોડા દિવસ બાદ જ તમે જોશો કે, મહારાષ્ટ્ર કરતા પણ વધારે સુવિધાઓ અમે આપીશું.

મહારાષ્ટ્ર આ અંગે અગાઉ જાહેર કરી ચુક્યુ છે

હકીકતમાં જોઈએ તો, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં કેસ જતાં શિક્ષણ સંસ્થાઓમાં પાંચ ટકા અનામત આપવાનો આદેશ આપ્યો હતો. પણ ડિસેમ્બર 2014માં તે આદેશ ખતમ થઈ ગયો. પણ ગત સરકારે આને લઈ કોઈ કાર્યવાહી કરી નથી. સભ્યોની માગ હતી કે, અનામત આપવું જોઈએ. ત્યારે હવે અમે પણ જાહેરાત કરી છે કે, હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે, તેને ઝડપી લાગૂ કરી અનામત આપવામાં આવે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah

ડીસા ખરીદ વેચાણ સંઘનો વધુ એક વિવાદ આવ્યો સામે, મગફળીનું બારોબાર વેચાણ થયું હોવાનો ખેડૂતોના આક્ષેપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!