GSTV

મુસ્લિમો મોટા પ્રમાણમાં મતદાન કરશે, રમઝાન અને ચૂંટણીને કઇ લેવાદેવા નથી : ઓવૈસી

Code of Conduct

Last Updated on March 12, 2019 by Alap Ramani

આમ આદમી પાર્ટી અને ટીએમસીના બે મુસ્લિમ નેતાઓએ રમઝાન મહિનામાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી શંકા વ્યક્ત કરી હતી.

આ બન્ને નેતાઓએ દાવો કર્યો હતો કે મુસ્લિમો રમઝાન મહિનો પાળતા હોવાથી આવા સમયે જ ચૂંટણીઓની તારીખો જાહેર થઇ છે, જેનાથી ભાજપને ફાયદો થશે. જોકે આ દાવાને અસાદુદ્દીન ઔવેસીએ નકાર્યા હતા અને જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનો મુસ્લિમોનું અપમાન છે, રમઝાન મહિનાને અને ચૂંટણીને કઇ લેવાદેવા જ નથી. મુસ્લિમો મોટા પ્રમાણમાં મતદાન કરવા નીકળશે. 

સૌપ્રથમ આમ આદમી પાર્ટીના નેતા અમનતુલ્લા ખાને વિવાદ જગાવ્યો હતો, અમનતુલ્લાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ૧૨મી મેએ પણ લોકસભાની ચૂંટણીનું મતદાન છે, આ સમયે મુસ્લિમો રમઝાન મહિનો પાળે છે જેને પગલે મુસ્લિમોમાં ઓછુ મતદાન થઇ શકે છે. અને તેનાથી સીધો ફાયદો ભાજપને થશે. જોકે અમનતુલ્લા ખાનના આ નિવેદનને મુસ્લિમોએ જ નકાર્યું હતું અને ઓવૈસીએ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો મુસ્લિમોનું અપમાન છે, રમઝાન મહિનાને અને ચૂંટણીને કઇ લેવાદેવા નથી. 

તૃણમુલ કોંગ્રેસના નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે કહ્યું હતું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં રમઝાન સમયે જ મતદાન હોવાથી તેની અસર મતદાન પર જોવા મળશે. સાતમા તબક્કામાં ૧૨મી મેએ મતદાન યોજાશે. જેમાં આ ત્રણ રાજ્યોનો સમાવેશ થાય છે.

તેમણે દાવો કર્યો હતો કે લઘુમતીઓ મતદાન કરે તેવું ભાજપ નથી ઇચ્છતી તેથી જ આ પ્રકારે તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે ભાજપ હટાવો દેશ બચાવો માટે જનતા કટીબદ્ધ છે. બીજી તરફ ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે રમઝાન કે અન્ય કોઇ પણ ઉત્સવોને અને ચૂંટણીને કઇ દેવાદેવા નથી. 

ભાજપના નેતાએ કહ્યું હતું કે આ પહેલા પશ્ચિમ બંગાળના કૈનારા બેઠકમાં લોકસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી તેમાં વિરક્ષની સામે ભાજપની હાર થઇ હતી. જે લોકો રમઝાન અને ચૂંટણીને સાથે જોડી રહ્યા છે તેઓ દેશના ભાગલા પાડવા માગે છે.

બીજી તરફ ચૂંટણી પંચે પણ આ વિવાદ અંગે નિવેદન જારી કર્યું હતું અને જણાવ્યું હતું કે રમઝાન આખા મહિના સુધી ચાલે છે, આવી સ્થિતિમાં ચૂંટણીને એક મહિનો પાછી ન ધકેલી શકાય. અને જે આરોપો આપના અને તૃણમુલના નેતાઓ લગાવી રહ્યા હતા તેને ફગાવી દીધા હતા.

Related posts

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!