GSTV
India News Trending

શરિયા કાયદો ભેદભાવ કરનારો : મુસ્લીમ મહિલાએ ન્યાય માટે ખખડાવ્યા સુપ્રીમના દ્વાર

સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ મહિલા દ્વારા શરિયા કાયદા સામે અરજી કરવામાં આવી છે. બુશરા અલી નામની મહિલાએ અરજીમાં દાવો કર્યો હતો કે શરિયત કાયદો મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ કરનારો છે અને મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર નથી આપતો. મહિલાએ દાવો કર્યો હતો કે મને પુરુષોની સરખામણીએ અડધી જ સંપત્તિ આપવામાં આવી જ્યારે પરીવારના અન્ય પુરુષો મારા કરતા બમણી સંપત્તિ લઇ ગયા છે. આવુ શરિયા કાયદાને કારણે થયું છે.  

મુસ્લિમ મહિલાએ અરજીમાં કહ્યું છે કે બંધારણમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. તેમ છતા મુસ્લિમ મહિલાઓ ભેદભાવનો શિકાર બની રહી છે. બુશરા અલીએ દાવો કર્યો હતો કે મારા પરિવારની સંપત્તિના જ્યારે ભાગલા પડયા ત્યારે મારા પરિવારના પુરુષોના ભાગમાં ૧૪/૧૫૨ અને મારા ભાગમાં ૭/૧૫૨નો હિસ્સો આવ્યો હતો. આ મહિલાએ મુસ્લિમ પર્સનલ લો (શરિયત) કાયદાની કલમ ૨ સામે અરજી કરીને તેને પડકાર્યો છે. 

મહિલા વતી હાજર વકીલ બીજૂ મૈથ્યૂ જોયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો ૧૯૩૭નો છે જ્યારે બંધારણ તે બાદ લાગુ કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં જો શરિયા કાયદાની કોઇ પણ કલમ કે હિસ્સો ભારતીય બંધારણથી અલગ હોય તો તે બંધારણનું ઉલ્લંઘન જ ગણવામાં આવે છે. હાલ આ મામલામાં ન્યાયાધીશ કૃષ્ણ મુરારી અને ન્યાયાધીશ સંજય કરોલની બેંચે બન્ને પક્ષોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. બુશરા અલી નામની મહિલાએ અરજીમાં સવાલ ઉઠાવ્યો છે કે શું મુસ્લિમ પર્સનલ લોની કલમ ૨ને કારણે ભારતીય બંધારણના આર્ટિકલ ૧૫નું ઉલ્લંઘન થઇ રહ્યું છે? આ આર્ટિકલ દેશના બધા જ નાગરિકોને જાતિ, ધર્મ, પ્રાંત દરેક બાબતોમાં સમાન અધિકાર આપે છે. આ ઉપરાંત બંધારણના આર્ટિકલ ૧૩નું પણ ઉલ્લંઘન થયું છે. 

Related posts

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth

ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

Hina Vaja

આર્થિક તંગીથી પરેશાન છો ? એક દીવો કરી શકે છે તમારી બધી જ સમસ્યા દૂર, આ રીતે કરો ઉપાય

Padma Patel
GSTV