GSTV

અયોધ્યા: મસ્જિદ માટે મળેલી જમીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે મુસ્લિમ પક્ષકાર

સુપ્રીમ કોર્ટના આદેશ પર મસ્જિદ માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલી પાંચ એકર જમીનને લઈ મુસ્લિમ પક્ષ રાજી નથી. મુસ્લિમ પક્ષકારોએ રામકોટ સ્થિત શ્રીરામજન્મભૂમિથી 25 કિમી દૂર રૌનાહીમાં આપવામાં આવેલી જમીનને બિનઉપયોગી ગણાવી છે. આરોપ એવો લગાવ્યો છે કે, સુપ્રીમ કોર્ટે જે રીતે આદેશ આપ્યો હતો, તે મુજબ યોગ્ય જમીન આપવામાં આવી નથી. ત્યાં અયોધ્યાના લોકો નમાજ પઢવા જઈ શકે નહીં. ત્યારે હવે આ બાબતને લઈ મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે, આ બાબતને લઈ તેઓ રાજ્ય સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે.

સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈ છેલ્લે ચુકાદો નવેમ્બર 2019માં આપ્યો હતો. બિરાજમાન રામલલાને તેમનું જન્મસ્થાન માનતા સંપૂર્ણ હક આપી કેન્દ્ર સરકારને ટ્રસ્ટ બનાવી આપવાનો આદેશ આપ્યો હતો. જ્યારે સુન્ન વક્ફ બોર્ડને અયોધ્યામાં યોગ્ય જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો પણ આદેશ આપ્યો હતો.

રાજ્ય સરકારે બુધવારના રોજ મસ્જિદ માટે પાંચ એકર જમીન આપી છે. આ જમીન લખનઉ હાઈવે પર સ્થિત રૌનાહીમાં આવેલા ધન્નીપુર ગામમાં છે. જો કે, જિલ્લા તંત્રે આ માટે ત્રણ વિકલ્પોની તપાસ કરી હતી. જેમાંથી આ જમીન સૌથી દૂર માનવામાં આવે છે, અગાઉ પણ આ જમીનને લઈ મુસ્લિમ પક્ષકાર તેને બિનઉપયોગી જણાવી ચુક્યા છે.

READ ALSO

Related posts

WhatsApp બાદ Airtel શરૂ કરી પેમેન્ટ સર્વિસ! જાણો તમે કેવી રીત કરશો વપરાશ

Ankita Trada

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, કોમર્સમાં બેઠકો ખાલી હોવા છતાં નથી આપતા પ્રવેશ

Pravin Makwana

પાટડીમાં પ્રથમ ડોઝની રસી આપવાની શરૂ કરાઈ, 100 જેટલા આરોગ્યકર્મીને અપાઈ રસી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!