GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

રામ મંદિરની જમીન હિન્દુઓને આપવા મુસ્લિમ પક્ષોએ સોગંદનામું કરાવેલું : હિન્દુ વકીલ

છેલ્લા દસ દિવસથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની નિયમિત સુનવણી થઇ રહી છે. ત્યારે આ સુનવણીના દસમાં દિવસે એટલે કે ગુરૂવારના રોજ એક હિંદુ વકિલે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યુ છે કે રામ જન્મભૂમિ પર રહેલું મંદિર તોડીને તેના પર બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી.

ગોપાલ સિંહ વિશારદના વકિલે આ વાત સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે. ગોપાલ સિંહ વિશારદે 1950મં નીચલી કોર્ટમાં આ રામ જન્મભૂમિ અંગે અપીલ કરી હતી. 1986માં તેઓ મૃત્યુુ પામ્યા બાદ તેમનો પુત્ર રાજેન્દ્ર સિંહ પક્ષકાર છે. 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી પાંચ જજની બેંચ આ કેસની સુનવણી કરી રહી છે. જેના દસમાં દિવસે ગોપાલ સિંહ વિશારદના વકિલ રાજીવ કુમારે  સોગંદનામાનો રેફરન્સ આપતા જણાવ્યુ હતુ કે 1949માં મુસ્લિમ પક્ષોએ કહ્યુ હતું કે તેઓ 1935થી જ આ જગ્યા પર નમાજ નથી પઢતા.

ઉપરાંત સરકાર જો આ વિવાદિત જમીન હિંદુઓને આપે તો મુસ્લિમોને તેમાં કોઇ સમસ્યા નથી. આ દલીલ  સામે જજે આ સોગંદનામાના આધારે કંઇ સાબિત ના થઇ શકે. કોઇ પણ કોર્ટ કહી ના શકે કે આ સોગંદનામાની અંદર લખેલી વસ્તુઓ સાચી છે. આ સોગંદનામા 1950માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કેસની સુનવણી ઘણા સમય બાદ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત વકિલે દલીલ  કરતા કોર્ટને જણાવ્યુ કે હું એક ઉપાસક છુ અને વિવાદિત સ્થળ પર ઉપાસના કરવાનો મારો અધિકાર કોઇ ઝુટવી શકે નહીં. ભગવાન રામનો ઉપાસક હોવાના નાતે તે જગ્યા પર ઉપાસના કરવાનો મારો અધિકાર છે. એક એફિડેવિટ વાંચતા તેમણે જણાવ્યું હતું કેે બ્રિટીશ રાજના સમયમાં પણ હિંદુઓ અહીં ભગવાન રામની પૂજા કરતા  હતા, તેેમણે ક્યારેય આ જગ્યાનો કબ્જો કોઇને આપ્યો જ નથી. 

કોર્ટે જણાવ્યું કે તેઓ આ એફીડેવિટને કોઇ પણ રીતે માન્ય ગણી શકે જ નહીં, કેમકે તેમનું ક્રોસ વેરિફીકેશન કરવામાં આવ્યું નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અયોધ્યા એ આસ્થાનો વિષય નથી પરંતુ વિવાદિત જમીનનો કેસ છે. માટે કથા સંભળાવવાના બદલે યોગ્ય પુરાવા રજુ કરવા જોઇએ.

સુપ્રીમ કોર્ટનું અવલોકન

અલ્લાહબાદ હાઇકોર્ટે 2010માં ચુકાદો આપ્યો હતો કે અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચી દેવામાં આવે. આ ત્રણ ભાગ સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાન વચ્ચે કરવાના હતા. પરંતુ નિર્મોહી અખાડા સતત એવો દાવો કરે છે કે તેઓ આ જગ્યા પર વિરાજમાન રામલલ્લાના એકમાત્ર અનુયાયી છે. 

ઉપરાંત ત્યાં પૂજા માટે તેઓ પૂજારી પણ નિયુક્ત કરે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને જણાવ્યુ છે કે જો નિર્મોહી અખાડા એવો દાવો કરશે કે તેઓ રામલલ્લાના એકમાત્ર  અનુયાયી છે તો તે જમીન પરનો અધિકાર પણ ખોઇ દેશો.

READ ALSO

Related posts

જંગ-એ-બદદ્રના દિવસે 400 સૈનિકો હતા આતંકવાદીઓનો ટાર્ગેટ, 20 કિલો વિસ્ફોટ ફૂરચે ફૂરચા ઉડાવી દેત

Dilip Patel

અફવા : સરકારને ફટકાર લગાવનાર જે.બી. પારડીવાલાની સોશિયલ મીડિયાએ કરી દીધી બદલી

Nilesh Jethva

વિજ્ઞાન અને તકનિકીથી જીતી શકાશે કોરોનાની અંતિમ લડાઈ, રસી સંશોધનોમાં લાગ્યા છે 30 સમૂહ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!