GSTV
Home » News » 500 વર્ષ જૂના આ શિવ મંદિરની સારસંભાળ કરી રહ્યો છે મુસ્લિમ પરીવાર, જોવા મળી ભારતીય સંસ્કૃતિ

500 વર્ષ જૂના આ શિવ મંદિરની સારસંભાળ કરી રહ્યો છે મુસ્લિમ પરીવાર, જોવા મળી ભારતીય સંસ્કૃતિ

‘મજહબ નહીં સિખાતા, આપસ મેં બૈર રખના…’ પૂર્વોત્તર રાજ્ય આસામના ગુવાહાટીમાં આ કવિતા બિલકુલ સાચી જણાઈ રહી છે. અહીં ગુવાહાટીના રંગમહલ ગામમાં ભગવાન શિવનું એક મંદિર છે, જે 500 વર્ષ જૂનું જણાવવામાં આવે છે. આ મંદિરની સૌથી રસપ્રદ વાત એ છે કે એક મુસ્લિમ પરીવારની પેઢી દર પેઢી આ મંદિરની સારસંભાળ કરી રહ્યાં છે.

આ મંદિરમાં હિન્દૂ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો આવે છે અને પ્રાર્થના કરે છે. આખા વિસ્તારમાં આ શિવ મંદિરની ચર્ચા છે. ઘણી પેઢીઓથી શિવ મંદિરની સારસંભાળ રાખનારા આ મુસ્લિમ પરીવારના મોભી મતિબર રહમાને જણાવ્યું છે કે આ મંદિર 500 વર્ષ જૂનું છે. અમારો પરીવાર આ મંદિરની સંભાળ રાખે છે. અહીં દરેક ધર્મના લોકો પ્રાર્થના કરવા આવે છે.

મહત્વનું છે કે આ મંદિર તેમના ઘરની પાસે જ સ્થિત છે. આ મંદિરના સારસંભાળનું કામ તેમની પેઢીઓ કરી રહી છે અને આ પરંપરાને મતિબર રહેમાને પણ ચાલુ રાખી છે. એટલું જ નહીં, મતિબર રહમાન દરરોજ સવારે-સાંજે નમાજ કર્યા બાદ આ શિવ મંદિરની સાફ-સફાઈ કરે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં હિન્દૂ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો એકસાથે પૂજા પ્રાર્થના પણ કરે છે. પહેલા મતિબર રહમાનના પિતા આ મંદિરની સારસંભાળ રાખતા હતાં, પરંતુ તેમના મૃત્યુ બાદ હવે તેઓ આ પરંપરાને નિભાવી રહ્યાં છે. તેમનું કહેવુ છે કે તેમના મૃત્યુ બાદ તેમનો પુત્ર આ પરંપરાને આગળ ધપાવશે.

આનંદની વાત છે કે ગામના મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદમાં ઈબાદત કર્યા સિવાય શિવ મંદિરમાં નિયમિતપણે દિવો પણ પ્રગટાવે છે. માનવતા અને પ્રેમ સદ્ભાવનાની આ ભાવનાને આ ગામના સૌહાર્દે અવિરત પણે ચાલુ રાખી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત બન્યું નથી કે જ્યારે કોઈ મુસ્લિમ પરીવાર કોઈ મંદિરની સારસંભાળ કરી રહ્યો હોય. પહેલા પણ આવા પ્રકારના સમાચાર સામે આવી ગયા છે. તેથી ભારતને ગંગા જમુની સંસ્કૃતિનો દેશ કહેવામાં આવે છે, જ્યાં અલગ-અલગ સંપ્રદાયના લોકો સંગઠિત થઇને રહે છે.

READ ALSO

Related posts

ફેસબુક લઈને આવી રહ્યું છે નવું સિક્યોરિટી ફીચર, હવે નહીં ચોરાય તમારા ડેટા

NIsha Patel

જોનાસ બ્રદર્સના નવા સોન્ગમાં પેન્ટ વગર જોવા મળ્યો નિક, અને પ્રિયંકા તો…

Arohi

ના હોય! Burger Kingએ બ્રિટનના પ્રિન્સને આપી દીધી ‘પાર્ટ ટાઈમ’ નોકરીની ઓફર, જાણો શું છે કારણ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!