GSTV
Home » News » મુસ્લિમ દેશોની UN પાસે માગણી 15મી માર્ચને ઈસ્લામફોબિયા વિરોધ દિવસ તરીકે જાહેર કરો

મુસ્લિમ દેશોની UN પાસે માગણી 15મી માર્ચને ઈસ્લામફોબિયા વિરોધ દિવસ તરીકે જાહેર કરો

આતંકી ઘટનાઓ અને હાલમાં જ ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં થયેલા ફાયરિંગ બાદ ઈસ્લામિક ફોબિયા વિરૂદ્ધ પગલાં ઉઠાવવાની અપીલ કરવામાં આવી હતી. આ માટે 15મી માર્ચને ઈસ્લામિક ફોબિયા દિવસ તરીકે રાખવાનું પણ UNને કહેવામાં આવ્યું હતું. માર્ચ 22ના રોજ મુસ્લિમ સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીની તાત્કાલિક મીટીંગ મળી હતી.

આ મીટીંગમાં હાલમાં જ ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં કરવામાં આવેલા હુમલાની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એક ગનમેને 50 જેટલા મુસ્લિમોને ગોળી મારી મારી નાખ્યા હતા. શુક્રવારની નમાજના સમયે બનેલી આ ઘટનામાં ઘણા લોકો સાથે બાંગ્લાદેશની ટીમ પણ ત્યાં હાજર હતી. આ ઘટના પછી હવે ઓઆઈસી સતર્ક બની છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીએ યુએન સેક્રેટરીને અપીલ કરી છે કે, જેમાં તેમણે ઈસ્લામફોબિયાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, OICએ કહ્યું કે, મસ્જિદો પર હુમલા અને મુસ્લિમોની હત્યા ઇસ્લામ વિરૂદ્ધ નફરતના ક્રૂર અને ભયાનક પરિણામો દર્શાવે છે. સંગઠનનું કહેવું છે કે, મુસ્લિમ સમુદાયો, લઘુમતિઓ અથવા ઇમિગ્રન્ટ્સવાળા દેશોને આવા નિવેદનોથી બચવું જોઇએ, જે ઇસ્લામને આતંક, ઉગ્રવાદ અને જોખમ સાથે જોડે છે.

તુર્કીના પ્રેસિડન્ટ રેસેપ તૈયબ અર્દોઆને બેઠક બાદ જણાવ્યું હતું કે, માનવીઓએ જે પ્રકારે યહૂદીઓના નરસંહાર બાદ યહૂદી વિરોધી ભાવના વિરૂદ્ધ લડાઇ લડી હતી, તેવી જ રીતે ઇસ્લામ વિરૂદ્ધ પેદા થઇ રહેલા ડર વિરૂદ્ધ પણ પ્રતિબદ્ધતાથી લડવું જોઇએ. આજે અમે ઇસ્લામોફોબિયા અને મુસ્લિમો વિરૂદ્ધ નફરતનો સામનો કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બોલ્યા પીએમ મોદી, હવે દુનિયાએ કાર્યવાહી કરવાની જરૂર

Mansi Patel

કર્ણાટકના રાજકીય સંકટમાં નવો વળાંક, 17 ધારાસભ્યો માટે ખૂલ્યા સુપ્રીમના દરવાજા

Riyaz Parmar

કાશ્મીરમાં ઘુસણખોરીની તૈયારીમાં 500 આતંકવાદીઓ, સુરક્ષા દળોએ વધારી ચોક્સાઈ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!