ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર થઈ છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ હારથી બધાજ દુ:ખી હતા. અને ખાસ કરીને ધોનીનાં ફેન્સ કારણકે મહેન્દ્ર સિંહ ધોનીનો આ અંતિમ વર્લ્ડકપ હતો.

ત્યારે ભારતીય ટીમની હારની સાથે જ ધોનીના રિટાયરમેન્ટની વાતો શરૂ થઈ ગઈ છે. ચારેય બાજુથી અહેવાલ આવ્યા લાગ્યા છેકે, મહેન્દ્ર સિંહ ધોની જલ્દીથી રિટાયરમેન્ટની જાહેરાત કરી શકે છે. ત્યારે ધોનીના રિટાયરમેન્ટને લઈને જાણીતા ગાયિકા લતા મંગેશકરે ટ્વીટ કર્યુ છે.

Namaskar M S Dhoni ji.Aaj kal main sun rahi hun ke Aap retire hona chahte hain.Kripaya aap aisa mat sochiye.Desh ko aap ke khel ki zaroorat hai aur ye meri bhi request hai ki Retirement ka vichar bhi aap mann mein mat laayiye.@msdhoni
— Lata Mangeshkar (@mangeshkarlata) July 11, 2019
લતા મંગેશકરે ટ્વીટ કરતાં લખ્યુ છેકે, નમસ્કાર, એમ એસ ધોની જી, આજ કાલ હું સાંભળી રહી છુકે, તમે રિટાયર થવા માંગો છો. કૃપા કરીને તમે આવું ન વિચારો. દેશને તમારા ખેલની જરૂર છે. અને આ મારી પણ રિક્વેસ્ટ છેકે, રિટાયરમેન્ટનો વિચાર તમે મનમાં ન લાવો.

ઉલ્લેખનીય છેકે, સેમીફાઈનલની મેચમાં જ્યારે ધોની રન આઉટ થઈને પેવેલિયન પાછા ફર્યા તો તેમની સાથે વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચવાની આશા પણ પુરી થઈ ગઈ હતી. ધોની અને જાડેજાએ ઈનિંગ્સને સંભાળવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ અસફળ રહ્યા હતા. ત્યારબાદ ધોની અને રોહિત શર્માને રોતા પણ જોયા હતા.
READ ALSO
- BB 14: સોનાલી ફોગાટે આપી ધમકી, ભડક્યો સલમાન, કહ્યું ‘કયાં કર લેગી આપ?’
- મોદી સરકારે PMKVY નું ત્રીજુ ફેઝ કર્યુ લોન્ચ, 8 લાખ યુવાનોને મળશે ટ્રેનિંગ, અહીંયા જાણો રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ
- દિલ્હી RML હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે કર્યો કોવૈક્સિન લગાવવાનો ઈન્કાર, કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ
- વડોદરા/ સયાજી હોસ્પિટલમાં વિધાનસભાના અધ્યક્ષે શરૂ કરાવ્યું રસીકરણ અભિયાન, જિલ્લામાં અન્ય 10 સ્થળે શરૂઆત
- એક વર્ષ પહેલા સરકારે કરેલી જાહેરાત ભૂલી ગયા, વડોદરામાં વીજકર્મીઓએ કર્યો સરકાર સામે દેખાવ