GSTV

ગોવામાં દેખાયા રોશની આપતા મશરૂમ, રાત થતાં જ બલ્બની જેમ ચમકી ઉઠે છે આ પ્લાન્ટ

દુનિયામાં ખાવા-પીવાની ઘણી ચીજો છે. જેમાંથી એક મશરૂમ પણ છે. તેમાં મળતા પ્રોટીનને લીધે, ઘણા લોકો તેને આહારનો ભાગ બનાવે છે. ઘણા પ્રકારના મશરૂમ્સ છે. મશરૂમની સબ્જી પણ ઘણી રીતે બનાવવામાં આવે છે, પરંતુ આજે અમે તમને મશરૂમની આવી પ્રજાતિ વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.. આ મશરૂમને બાયો-લ્યુમિનિસેન્ટ કહેવામાં આવે છે. રોશની આપતા આ દુર્લભ મશરૂમ ગોવાના જંગલોમાં દેખાયા છે.

આ દુર્લભ રોશની આપતા મશરૂમ ગોવાના મ્હાડેઇ વાઈલ્ડલાઈફ સેંચુરીમાં મળી આવ્યા છે. આ મશરૂમ રાતના અંધારામાં આછા વાદળી-લીલા અને જાંબુડિયામાં ચમકતા હોય છે. આ મશરૂમની સૌથી વિશેષ વાત એ છે કે તે દિવસ દરમિયાન સામાન્ય મશરૂમ જેવું લાગે છે, પરંતુ રાત્રે તેમાંથી પ્રકાશ નીકળવાનું શરૂ થાય છે. વન્યજીવનના નિષ્ણાતો મશરૂમની આ પ્રજાતિને માઇસેના જીનસ કહે છે.

ગોવામાં, આ મશરૂમ્સ જંગલમાં ચાલતી એક મહિલાએ જોયા હતા. બિચોલિમ તાલુકાના મેનકૂરેમ વિસ્તારના સંસ્કૃતિ નાયક જંગલોમાં ફરવા ગયા હતા જ્યાં તેઓએ ચમકતા મશરૂમ્સ જોયા હતા. તેમણે વન વિભાગને આ માહિતી આપી હતી. આ પછી, વૈજ્ઞાનિકો ગયા અને ફોટોગ્રાફ્સ લઈ સંશોધન કર્યું.

સંસ્કૃતિએ કહ્યું કે તેમને આવા મશરૂમ્સ વિશે પહેલાથી કોઈ ખ્યાલ નથી. તેમણે કહ્યું કે જ્યારે મેં રાત્રે મશરૂમ્સને ઝગમગતું પહેલું જોયું ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ. આમાંથી લીલો પ્રકાશ નીકળી રહ્યો હતો, તેથી હું દૂર રહી શકી નહીં અને નજીકથી જોયું. આ મશરૂમ્સ હતા અને તેમાંથી વાદળી-લીલો પ્રકાશ નીકળી રહ્યો હતો. જ્યારે દિવસે કોઈ પ્રકાશ નીકળી રહ્યો ન હતો.

READ ALSO

Related posts

32 ગાયકોના અવાજમાં ગીત ગાઈ સૌને મંત્રમુગ્ધ કરનારા મહેશ કનોડિયાના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

Pravin Makwana

જૂનાગઢ : પ્રથમ દિવસે જ રોપ વેની ટિકિટના ભાવ શાંભળી ઠંડી ચઢી ગઈ, મુસાફરોએ કહ્યું- કમાણીનું સાધન છે રોપ વે

Nilesh Jethva

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!