GSTV
AGRICULTURE Business Finance Trending

અહીં કરો 1 લાખ રૂપિયાનું રોકાણ અને કરો 10 લાખની સુધીની કમાણી, એક ઓરડામાં પણ કરી શકો છો શરૂઆત

જો ખેતી કરતા આવડે તો આ એક માત્ર એવું સેક્ટર છે જેમાં તમારી મહેનતે ભરપૂર કમાણી કરવાની અનેક તકો રહેલી છે. અનેક પ્રકારની એવી ખેતી છે જેમાં સામાન્ય રકમનું રોકાણ કરીને લાખોની કમાણી કરી શકાય છે. આવી જ એક ખેતી છે મશરૂમની ખેતી. જેમાં તમને 10 ગણો ફાયદો થઇ શકે છે. એટલે કે જો 1 લાખ રૂપિયા રોકીને તમે મશરૂમની ખેતી કરો છો તો તમને 10 લાખ રૂપિયાની આવક થઇ શકે છે. પોતાના આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ગુણને કારણે પહેલાની સરખામણીમાં હવેમશરૂમની મંગાવધિ ગઈ છે. એવામાં મશરૂની ખેતી અનેક ખેડૂતો કરી રહ્યા છે.

કમાણી

મશરૂમના આરોગ્યલક્ષી ફાયદા

આરોગ્યની દ્રષ્ટિએ મશરૂમના એક નહિ અનેક ફાયદા છે. તેની શબ્જી સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ તેની સાથે સાથે પાચનશીલ અને તમામ પોશકતત્વોથી ભરપૂર હોય છે. મશરૂમમાં પ્રોટીન, ખનીજતત્વો સહીત વિટામિન-બી, સી અને ડી પણ મળી આવે છે. તેમાં ફૉલિક એસિડ પણ હોય છે જે શરીરમાં ખૂન બનાવવામાં મદદ કરે છે. સાથે જ તેના સેવનથી બ્લડ-પ્રેશર અને હૃદય સંબંધી તમામ બીમારીઓમાં પણ ફાયદો થાય છે,

કેવી રીતે થાય છે મશરૂમની ખેતી?

સૌથી વધુ બટન મશરૂમની માંગ રહેતી હોય છે જે ગોળાકારનું હોય છે. તેની ખેતી માટેનો સૌથી વધુ યોય સમય હોય છે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય એટલે કે ઠંડક વાળો સમય. મશરૂમ ઉગાડવા માટે સૌથી પહેલા ઘઉં અથવા ચોખાના ભૂસાને અમુક પ્રકારના રસાયણ સાથે મિક્સ કરીને કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે. આ કમ્પોસ્ટ ખાતર તૈયાર થવામાં લગભગ એક મહિનાનો સમય લાગી જાય છે. ત્યારબાદ કોઈ તખ્ત જેવા સમતલ જગ્યા પર તેની 6 થી 8 ઇંચ મોટી લેયર તૈયાર કરવામાં આવે છે જેના પર મશરૂમ બીજ લગાવવામાં આવે છે જેને સ્પૉનિંગ કહેવામાં આવે છે.આ બીજને પણ કમ્પોસ્ટ ખાતરથી ઢાંકી દેવામાં આવે છે.લગભગ 40-50 દિવસમાં તમારા મશરૂમ ઉગીને વેચવા લાયક થઇ જાય છે. રોજે રોજ મોટી સંખ્યામાં મશરૂમ મળતા રહે છે. તમે ઇચ્ચો તો એકની ઉપર એક તખ્ત રાખીને તેની વર્ટિકલ ફાર્મિંગ પણ કરી શકો છો જેનાથી ઓછી જગ્યામાં પણ વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આમ એક ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે તેની ખેતી ખુલ્લામાં નથી થતી પરંતુ શેડ વાળા એરિયામાં થાય છે.

કેટલું રોકાણ અને કેટલો ફાયદો?

મશરૂમની ખેતીમાં તમને ખર્ચનો 8 થી 10 ટકા ફાયદો થઇ શકે છે. એટલે કે 1 લાખ રૂપિયા લગાવીને 0 થી 10 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. તમને આનો વધુ ફાયદો ત્યારે પણ થઇ શકે છે જો તમે સીધા જ મોટા હોટલો, રેસ્ટોરન્ટ અથવા સીધા ગ્રાહકોને વેચી શકો છો, એવામાં હોલસેલ વેપારીઓ જે માર્જિન લે છે તે સીધો જ તમારા ભાગે આવી જશે. એક કિલો મશરૂમ પર અંદાજે 25થી 30 રૂપિયાનો ખર્ચ થાય છે જયારે મશરૂમ બજારમાં 250 થી 300 રૂપિયે કિલો વેચાય છે. જો તમે સીધા જ મોટી હોટલો અને રેસ્ટોરન્ટને તેમની પસંદ મુજબ મુજબ મશરૂમ સપ્લાય કરો છો તો તેમને તેની 500 રૂપિયા કિલો પણ આપી શકે છે.

મશરૂમની ખેતીમાં ધ્યાન રાખવા જેવી વાતો

ઘણા ખેડૂતો મશરૂની ખેથી નથી કરતા કારણકે તેમાં ખુબ જ વધુ સારસંભાળ અને સતર્કતા રાખવાની જરૂર રહે છે. જાણીયે કઈ કઈ બાબતોનું રાખવું પડે છે ધ્યાન

  • સૌથી વધુ જરૂરી હોય છે તાપમાન, જે 15-22 ડિગ્રી સેન્ટીગ્રેટ વચ્ચે હોવું જોઈએ. જો તાપમાન વધુ હશે તો ખેતી નહીં થઇ શકે.
  • આ ખેતી માટે 80-90% જેટલો ભેજ હોવો જરૂરી છે.
  • મશરૂમની ખેતી માટે સારામાં સારું કમ્પોસ્ટ ખાતર હોવું જરૂરી છે જેને બનાવવા માટે ઓછામાં ઓછો એક મહિનો મહેનત કરવી પડે છે.
  • આ ખેતી માટે વધુ જુના બીજ ન લેવા જોઈએ, નહીંતર તેની સીધી અસર ઉત્પાદન પર થાય છે.
  • મશરૂમને તોડતા સમયે ધ્યાન રાખવું જેથી અન્ય મશરૂમને નુકશાન ન થાય
  • મશરૂમ તોડ્યા બાદ તેને બને તેટલા જલ્દી બજાર લઇ જઈને વેચી દેવા જોઈએ જેથી તમને મશરૂમની સારામાં સારી કિંમત મળી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV