GSTV
Home » News » ભાનુશાળીનું હત્યાનું થયું રિકન્સ્ટ્રક્શન, 16 પોલીસ કર્મીઓની કોચ સાચવવા લાગી ડ્યૂટી

ભાનુશાળીનું હત્યાનું થયું રિકન્સ્ટ્રક્શન, 16 પોલીસ કર્મીઓની કોચ સાચવવા લાગી ડ્યૂટી

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીની હત્યાની તપાસ માટે રચાયેલી SITની ટીમે સઘન તપાસ શરૂ કરી છે. એસઆઇટીના અધ્યક્ષ અને રેલવે ડીઆઇજી ગૌતમ પરમાર અને અન્ય અધિકારીઓ કાળુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. એસઆઇટીની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જયંતી ભાનુશાળીની જે કોચમાં હત્યા થઇ હતી તે એચ-વન કોચની એસઆઇટીની ટીમે મુલાકાત લીધી. રેલવે પોલીસ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જે દરમિયાન ડીવાયએસપી પીરોજીયા અને રેલવે પીઆઇ ચૂડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. જે કોચમાં ભાનુશાળીની હત્યા થઇ તે કોચની 24 કલાક સુરક્ષા થઇ રહી છે. ગુજરાત પોલીસના 10 જવાન અને રેલવે પોલીસના 6 જવાન એમ કુલ 16 જવાન રાઉન્ડ ધ ક્લોક કોચની સુરક્ષામાં ખડે પગે છે. હત્યાને લગતા મહત્વના પૂરાવાનો નાશ ન થાય તે માટે કોચને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યો છે.

Related posts

અમદાવાદનાં વસ્ત્રાલમાં RTOમાં ખોટી રીતે લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુ

Nilesh Jethva

‘મા’ કાર્ડની મજાક ઉડાવતી અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલો

Path Shah

અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!