GSTV

મુરલી વિજયે સેન્ચુરી પુરી કરવામાં એવી ઉતાવળ કરી કે એક ઓવરમાં 26 રન ફટકારી દીધા

Last Updated on December 1, 2018 by Mayur

સામાન્ય રીતે મુરલી વિજયની ગણના હાર્ડ હિટીંગ બેટ્સમેનોમાં નથી થતી. કારણ કે તેને ટેસ્ટનો બેટ્સમેન ગણવામાં આવે છે. પોતાની કારકિર્દીની શરૂઆતમાં પણ તેણે વિરેન્દ્ર સહેવાગ સાથે મળી સારી ઓપનિંગ જોડી બનાવી હતી. પણ હવે ટીમમાં જગ્યા મેળવવા માટે પણ મુરલી વિજયને એક મેચ જેટલી રસાકસી કરવી પડે છે. તેવામાં વિજય એક ઓવરમાં 26 રન ફટકારી દે તે માનવામાં ન આવે તેવી વાત છે, પણ વિજયે આ કરી બતાવ્યું છે.

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચ પહેલા સિડનીમાં રમાયેલી પ્રેક્ટિસ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર મુરલી વિજયે આક્રમક સદી ફટકારી હતી.બીજી તરફ ઓપનર કે રાહુલે પણ ફોર્મ પરત મેળવ્યુ હતુ.

મુરલી વિજયે 132 બોલમાં 129 રનની ઈનિંગ રમી હતી.જેમાં એક ઓવરમાં 26 રન ફટકારીને વિજયે પોતાની સદી પુરી કરી હતી.ઓસ્ટ્રેલિયાના મિડિયમ પેસ બોલર જેક કાર્ડરની બોલિંગમાં વિજયે 3 ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા.

જ્યારે રાહુલે પણ 62 રનની ઈનિંગ રમી હતી. ડ્રો થયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં બે વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા.

READ ALSO 

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!