GSTV

ગાઝીપુર સહિત આસપાસના વિસ્તારમાં બંધ કરાઈ ઇન્ટરનેટ સેવા, ઉપવાસ પર ઉતર્યા આંદોલનકારી ખેડૂતો

આંદોલન

Last Updated on January 30, 2021 by Mansi Patel

દિલ્હીમાં બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. સિંઘુ બોર્ડર પર શુક્રવારે ફરી હિંસા જોવા મળી હતી. બીજી બાજુ ગાઝીપુર બોર્ડર પર ખેડૂત નેતા રાકેશ ટિકેત પોતાના સમર્થકો સાથે અડગ છે. મુઝફરનગરમાં શુક્રવારે થયેલ મહાપંચાયમાં ખેડૂતોએ દિલ્હી કુચ કરવાનુ એલાન કર્યું હતું. તો 26 જાન્યુઆરીની હિંસા પર દુઃખ પ્રકટ કરતા ખેડૂતો મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ઉપવાસ રાખશે. ખેડૂતો આઠ કલાકની ભૂખ હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે બીજી બાજુ ગાઝીપુર બોર્ડર પર ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ રોકવામાં આવી છે.

આંદોલન

ગાઝીપુર બોર્ડર અને આજુબાજુના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે ગાઝીપુર બોર્ડર પર ખેડૂત નેતા રાકેશ ટિકેટનું આંદોલન ઝારી છે. આ પહેલા ખેડૂત નેતા દર્શનપાલ સિંહે સિંઘુ બોર્ડર પર ઇન્ટરનેટ સેવા ચાલુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું અમારી વાતો લોકો સુધી ન પહોંચે માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

ફરી વેગ પકડી રહ્યું છે ખેડૂત આંદોલન

છેલ્લા દોઢ બે મહિનાથી પાટનગર નવી દિલ્હીમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા હજારો ખેડૂતો આજે ગાંધીજીની પુણ્યતિથિએ સદ્ભાવના દિવસ મનાવશે અને આજનો આખો દિવસ ઉપવાસ કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા હિંસાચાર પછી કેટલાક ખેડૂત સંઘો પોતપોતાના વતનમાં જવા રવાના થઇ ગયા હતા અને સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર વગેરે ખાલી થવા માંડ્યા હતા. પરંતુ 27મીએ રાત્રે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ઇલેક્ટ્રોનિક મિડિયા સમક્ષ આંસુ સાર્યા ત્યારબાદ ફરી ખેડૂતો દિલ્હી ભણી આવવા રવાના થયા હતા. રાકેશ ટીકૈતના રુદન પછી હવે ફરી ખેડૂત આંદોલન વેગ પકડી રહેલું જણાય છે. 27મીએ પાછાં ફરેલા ખેડૂત સંઘો પણ દિલ્હી આવવા ઉપડ્યા હતા. બીજી બાજુ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ વિસ્તારમાં સામાજિક કાર્યકર અન્ના હજારેએ ખેડૂતોના ટેકામાં આજથી આમરણ ઉપવાસની જાહેરાત કરી હતી.

ગાઝીપુરમાં રસ્તાઓ પર ખેડૂતોનો ઝમાવડૉ છે. અહીં ખેડૂતોનું પ્રદર્શન સતત જારી છે. કિસાન મજુર સંઘર્ષ કમિટીએ આજે 12 વાગ્યે સિંઘુ બોર્ડર પર પ્રેસ કોન્ફોરન્સ બોલવું છે અહીં કિસાન આગળની રણનીતિની જાણકારી આપશે.

Read Also

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!