GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Corona સંક્રમિત યુવતીની દ્રઢ ઈચ્છાશક્તિ જોઈ ડૉક્ટર્સ પણ હેરાન, ખુદની હિંમતથી વાયરસને આપી માત

જીવવાની હિંમત અને દ્રઢ ઇચ્છાશક્તિથી જાનલેવા બીમારીને પણ માત આપી શકાય છે. આ સાબિત કરી બતાવ્યુ છે, મુરાદાબાદ જિલ્લા હોસ્પીટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કોરોના (Corona)સંક્રમિત યુવતીએ. કોરોના જેવી મહામારીના સંક્રમણથી દુનિયાભરના લોકો જ્યાં દહેશતમા છે, ત્યારે મુરાદાબાદની યુવતીએ પોતાની વિલ પાવરથી કોરોનાને હરાવી દીધુ છે.

યુવતીને ડિસ્ચાર્જ કરી દેવાઈ

માહિતી પ્રમાણે, શનિવારે યુવતીની તપાસ થઈ હતી અને આજે ત્રીજા સેમ્પલની તપાસ કરવામાં આવી છે. Corona રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી યુવતીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે. મૂંઢાપાંડેની 19 વર્ષની યુવતીને 19 માર્ચના રોજ જિલ્લા હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. તપાસ બાદ યુવતીનું સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યુ હતું.

મુરાદાબાદનો આ પ્રથમ પોઝિટિવ કેસ

જણાવી દઈએ કે, આ યુવતી ફ્રાંસમાં અભ્યાસ કરતી હતી. તેણી 15 માર્ચના રોજ ફ્રાંસથી ભારત પરત હતી. જ્યાં 17 માર્ચના રોજ મૂંઢાપાંડે પહોંચતાજ તેણીને તાવ અને ઉધરસની ફરીયાદ બાદ હોસ્પીટલમાં ભરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુરાદાબાદનો આ અત્યાર સુધીનો પ્રથમ પોઝિટિવ કેસ છે.

હંમેશા ખુશ નજર આવતી

આ યુવતીની સારવાર કરનાર ડૉ. પ્રવીણ શાહ જણાવે છે કે, તેણીના સ્વાસ્થ્યમાં સુધાર દવાઓથી વધારે તેણીની જીવવાની દ્રઢ ઇચ્છાશક્તિના કારણે થયો છે. યુવતી ખૂબ જ સમજદાર છે. દાખલ થયાના ત્રીજા દિવસે જ તેણીની ઉધરસ અને તાવમાં ખૂબ જ ફેરફાર જોવા મળ્યો હતો, બાદમાં તેણી પૂર્ણ રીતે સ્વસ્થ છે. વધુમાં તેઓ જણાવે છે કે, યુવતી વોર્ડમાં એકલી હતી, જેથી પોતાનો સમય ઈન્ટરનેટ અથવા બુક્સ વાંચવામાં વીતાવતી હતી અને ખુદને બીઝી રાખતી હતી. સાથે જ કોરોના મહામારીને લઈને દુનિયાભરની ઘટનાઓ પર અપડેટ રહેતી હતી. ડૉક્ટર અથવા નર્સ જ્યારે પણ રાઉન્ડમાં જતા હતા,તો હંમેશા ખુશ નજર આવતી હતી.

ડૉક્ટર સ્ટાફના વ્યક્તિઓનું સમ્માન કરતી

ડૉક્ટર શાહ વધુમાં કહે છે કે, યુવતીના પરિવારજનો તેણીને મળવા આવતા હતા, પરંતુ દરવાજા પાસેથી જ જોઈને પરત ફરી જતા હતા. સંક્રમણના કારણે હોસ્પીટલના પેનલ સભ્યો સિવાય કોઈપણ બહારની વ્યક્તિને યુવતી પાસે જવાની અનુમતિ આપવામાં આવી ન હતી. પરિવારના સભ્યો અને મિત્રો સાથે તેણી ફોન, વીડિયો કોલ પર વાત કરતી હતી. સાથે જ ડૉક્ટર અને અન્ય સ્ટાફના વ્યક્તિઓનું પણ સમ્માન કરતી હતી. જીવવાની દ્રઢ ઇચ્છાશક્તિથી જ તેણીના સ્વાસ્થ્યમાં ખૂબ જ રિકવરી થઈ છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!