GSTV
Gujarat Government Advertisement

139મી જન્મજયંતિ વિશેષ : જે સપના પુરા કરવા બે રૂપિયા બચાવે એ પ્રેમચંદ બની શકે

Last Updated on July 31, 2019 by Mayur

આજે પ્રેમચંદની જન્મજયંતિ છે. તેમના નિવાસસ્થાને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહી છે. દેશ વિદેશથી લોકો ભાગ લઈ રહ્યા છે. એમેઝોન અને ઓનલાઈન બુક સેલિંગનો જમાનો આવી ગયો હોવા છતાં હિન્દીના નવા લેખકોમાં એ તાકાત નથી કે પ્રેમચંદને પરાસ્ત કરી શકે. સ્કૂલથી લઈ કોલેજ સુધી ભાગ્યે જ કોઈ એવો વિદ્યાર્થી હશે જે પ્રેમચંદના સાહિત્યમાંથી પસાર થયો ન હોય. પ્રેમચંદને વાચવો એક લ્હાવો છે. હિન્દી સિવાયની મોટાભાગની ભાષાઓમાં પ્રેમચંદનું સાહિત્ય ઉપલબ્ધ છે. આજે પણ પ્રેમચંદના ક્લાસિક સાહિત્યને અનુવાદ કરવાની સાહિત્યક અનુવાદકોની દોડનો અંત નથી આવ્યો. પ્રેમચંદ બનવું સરળ પણ નથી. પ્રેમચંદ બનવા માટે વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે જેમાંથી પ્રેમચંદ થયા હતા. આજે ફેસબૂક પર લખતા દરેક લેખકનું સપનું એક ઉમદા અને પોપ્યુલર રાઈટર બનવાનું છે, પણ કોઈ એવું નથી કહેતું કે મારે પ્રેમચંદ બનવું છે. સત્ય વ્યાસ, દિવ્ય પ્રકાશ દૂબે સહિત મબલખ નવા લેખકો આવી ચૂક્યા હોવા છતાં પ્રેમચંદની બેસ્ટસેલરત્વનો રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું. આખરે પ્રેમચંદ આવું લખી કેવી રીતે શક્યા તે નવા લેખકો માટે મોટો પ્રશ્ન છે.

હિન્દી જ નહીં પણ ગુજરાતી સહિતની અન્ય ભાષાઓમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે લેખકનું લેખન ગરીબ, શોષિત અને વંચિત લોકોના માટેનું બની જાય ત્યારે તે લેખકની ફઈએ પાડેલું નામ મટી પ્રેમચંદમાં નિરૂપણ પામી જાય છે. સાહિત્યને રહસ્ય અને રોમાન્સની આંટીઘૂંટીઓમાંથી નીકાળી ધનિયા, ઝુનિયા, સૂરદાસ, હોરી જેવા પાત્રો આપી આ લેખકે ખુદ તો ઠીક પણ પાત્રોને પણ મહાનતાની સીમામાં લાવી દીધા. પ્રેમચંદ હોવું એટલે માત્ર નવલકથા લખી લોકપ્રિયતામાં ઓળઘોળ થઈ જવાનું જ નહીં, પણ પોતાની આસપાસ રહેતા પાત્રોને પોપ્યુલર કરવું તેનું નામ પ્રેમચંદ છે. પુસ્તકના પાનામાં કાગળની જગ્યાએ સંવેદનાનું પન્નું પણ ધબકતું હોય તેનું નામ પ્રેમચંદ હોય છે.

બનારસ શહેરથી ચાર કિલોમીટર દૂર એક ગામ આવેલું છે. આ ગામમાં 31 જુલાઈ 1880માં હિન્દી અને ઉર્દુના સૌથી મહાન સાહિત્યકાર પ્રેમચંદનો જન્મ થયો હતો. ગરીબી બાળપણમાં જ જોઈ હતી એટલે લખવામાં પણ ઘણી જગ્યાએ ઉપસી આવી. પિતા પોસ્ટ ઓફિસમાં સામાન્ય એવી નોકરી કરતા હતા. દેશને આઝાદી મળી નહોતી. વિકાસની જગ્યાએ દુનિયા લાલટેનના યુગમાં જીવતી હતી. એ જીવતી ઝિંદગીને કંડારવાનું કામ પ્રેમચંદે ભવિષ્યમાં કર્યું.

મૂળ નામ તો ધનપતરાય હતું પણ જીવનની તમામ દિશાઓ જોઈ ચૂકેલા ધનપતરાય પ્રેમચંદ કેવી રીતે બન્યા ? એ પણ સંશોધનનો એક મુદ્દો છે. 8 વર્ષની ઉંમરે માતાનું નિધન થઈ ગયું. 8 વર્ષની ઉંમરથી લઈને અંત સુધી માતા વિના ધનપતરાય ગરીબી અને શોષણ સામે લડતા રહ્યા. ધનપતરાયને જીવનમાં કોઈ નશો ન હતો, કારણ કે જીવન જ નવા નવા નશા આપતી હતી અને કંઈકનું કંઈક શીખવાડતી હતી. માતાના નિધન બાદ પિતાએ બીજા લગ્ન કરી લીધા. જેના કારણે માતાનો સ્નેહ અધૂરો રહી ગયો. એક સમય એવો આવ્યો કે પહેરવા માટે કપડાં નહોતા અને ખાવા માટે રૂપિયા નહોતા. આ સિવાય સાવકી માનો વ્યવહાર પ્રેમચંદ માટે મુસીબત સમાન બની ગયો હતો.

આટલી મુસીબત હતી તેમાં વધારે એક મુસીબત ઉમેરાય. પિતાએ 15 વર્ષની ઉંમરમાં લગ્ન કરાવી નાખ્યા. પત્ની વિશે પ્રેમચંદે લખ્યું હતું કે, ‘ઉંમરમાં તે મારાથી મોટી હતી. જ્યારે મેં તેનો ચહેરો જોયો તો મારું લોહી ઠંડુ પડી ગયું. અધૂરામાં પુરૂ તેની જીભ પણ કાતરની જેમ ચાલતી હતી. મીઠી નહોતી. પિતાએ પોતાના જીવનના અંતિમ વર્ષોમાં એક ઠોકર ખાઈ અને પડ્યા, એ તો પડ્યા મને પણ પાડ્યો. મારા લગ્ન કરી નાખ્યા.’

લગ્નના એક વર્ષ બાદ પ્રેમચંદના પિતાનું નિધન થઈ ગયું. ઘરની તમામ જવાબદારી પ્રેમચંદના માથે આવી પડી. એક સાથે પાંચ લોકોનું જીવન નિર્વાહ કરવાનું હતું. આ નિધનના કારણે સૌથી મોટું દુખ એ આવ્યું કે પોતાનો કોટ વેચવો પડ્યો અને પુસ્તકો પણ વેચી દેવા પડ્યા. જેથી પરિવારના લોકોનો ખર્ચો કાઢી શકાય. અભ્યાસનો શોખ હતો એટલે તમામ વિપરિત પરિસ્થિતિમાં પણ પ્રેમચંદ મેટ્રીક સુધી પહોંચી ગયા. જીવનના શરૂઆતી વર્ષોમાં ગામડાંથી દૂર ખુલ્લા પગે ભણવા માટે જતા હતા. વધુ અભ્યાસ કરી વકિલ બનવાના સ્વપ્નો સેવી રાખ્યા હતા. પણ ગરીબી એ કમર ભાંગી નાખી. સ્કૂલ આવવા જવા કરતા વકિલને ત્યાં ટ્યૂશન કરાવું એમ માની તેના જ એક રૂમમાં ભણાવવામાં લાગી ગયા.

ટ્યૂશનમાં પાંચ રૂપિયા મળતા હતા. પાંચ રૂપિયાના પણ ભાગ પાડેલા હતા. ત્રણ રૂપિયા પરિવારના લોકોને આપવાના અને બાકીના બે રૂપિયામાં સપના પુરા કરવાના હતા, કારણ કે મેટ્રિક પાસ કરવાનું હતું. બે રૂપિયા બચાવતા બચાવતા જીવનની ગાડી દોડવા લાગી અને મેટ્રિક પાસ થઈ ગયા.

પ્રેમચંદને બાળપણથી જ ભણવાનો શોખ હતો. પિતાની મૃત્યુ વખતે ચોપડા વેચવા પડ્યા તેનો વસવસો તેમને કોરી ખાતો હતો. અભ્યાસમાં પણ ઉર્દૂ ખૂબ ગમતું હતું. એ સમયના વિખ્યાત નવલકથાકાર સરૂર મોલામા શાર અને રતન નાથ સરશારને પ્રેમચંદ ખૂબ વાચતા હતા. તેમની હિન્દી-ઉર્દુ જબાનથી કહેવું હોય તો ચાવથી વાચતા હતા. કોઈ પણ જગ્યાએ આ બે લેખકોના પુસ્તકો મળતા તો તેને મનભરીને એકી બેઠકે વાચી લેતા હતા. શરૂઆતમાં તેમણે નાટકથી પોતાની સાહિત્યક કારકિર્દીનો પ્રારંભ કર્યો. બાદમાં નવલકથા તરફ વળી ગયા. જ્યાંથી તેમની રિયલ સાહિત્યક સફરની શરૂઆત થઈ.

1905ની સાલમાં પ્રેમચંદે બીજા લગ્ન કર્યા. વાત પહેલી પત્નીની તો… પહેલી પત્ની ઘર છોડીને ગઈ તે પછી કોઈ દિવસ પાછી ન આવી. પ્રેમચંદે બીજા લગ્ન વિધવા સ્ત્રી શીવરાની દેવી સાથે કર્યા હતા. જે પછી પ્રેમચંદ સાહિત્યની સેવામાં રત થઈ ગયા.

બીજા લગ્ન બાદ જીવનની ગાડી પાટે ચડી ગઈ. ખુશીઓથી ઘર ભરાઈ ગયું. આ સમયે પ્રેમચંદે પાંચ વાર્તાઓનો સંગ્રહ સોજે વતન 1907માં પ્રગટ કર્યો હતો. સોજે વતનનો અર્થ થાય દેશનું દર્દ. પ્રેમચંદની ઉર્દુ વાર્તાઓનો આ પહેલો સંગ્રહ હતો. આ પહેલો સંગ્રહ પ્રેમચંદે નવાબ રાયના ઉપનામે છાપ્યો હતો. અંગ્રેજોને તેમાં બળવાનો પડઘો સંભળાયો. હમ્મીરપુરના કલેક્ટરે તાત્કાલિક પ્રેમચંદને બોલાવી વાર્તાઓ માટે પૂછતાછ કરી. પ્રેમચંદે પોતાનો ગુનો કબૂલ કર્યો. હુકમ મળ્યો કે 500 પ્રતને શોધી શોધીને સળગાવી નાખવામાં આવે. જો કે આ વાર્તાઓ ઉર્દૂના એ સમયના સામાયિક જમાનામાં પહેલીથી પ્રકાશિત થઈ ગઈ હતી. મેગેઝિનોનો એ યુગ હોવાથી અને લોકો માટે તેના સિવાય કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી એ વાર્તાઓ વંચાઈ ચૂકી હતી.

પ્રેમચંદે અઢળક લખ્યું. જેટલું લખ્યું બધું કાલજયી સાબિત થયું. ત્રણસો વાર્તાઓ તેમના નામે બોલે છે. અડધો ડઝનથી વધારે નવલકથાઓના તેઓ રચયિતા છે. ઉર્દૂમાં પણ લખ્યું હિન્દીમાં પણ લખ્યું. કિસાન, મજદૂર, પૂંજીવાદી, ગાંધીવાદી, રાષ્ટ્રીય સ્વતંત્રતા, આંદોલન, બળવો, વિવાહ, પાખંડ, કર્મકાંડ સહિત એ સમયની એવી એવી વાતો લખી કે કોઈ મુદ્દો બાકી નહોતો રહ્યો.

તેમના વિશે આલોચકોએ ઘણું કહ્યું છે. તેમાં આચાર્ય હજારી પ્રસાદ દ્રિવેદીએ પ્રેમચંદના ઉપલક્ષમાં જણાવ્યું છે કે, ‘પ્રેમચંદે અતીતના ગૌરવનું ગાણું નથી ગાયું, ન કે ભવિષ્યની કલ્પનાઓના પુલ બાધ્યા છે. એ ઈમાનદારીપૂર્વક વર્તમાનને રચતા હતા અને વર્તમાનનું વિશ્લેષણ કરતા હતા.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાનગી સ્કૂલોના દા’ડા ભરાઈ રહ્યા: સરકારી સ્કૂલો તરફ વળી રહ્યા છે વાલીઓ, નેતાઓએ ભલામણ માટે લાઈનો લગાવી

Pravin Makwana

ખાનગીકરણ/ આ બેંકોમાં પોતાનો 51%નો હિસ્સો વેચશે સરકાર, જાણો બેંકકર્મીઓ અને ગ્રાહકોનું શું થશે?

Damini Patel

રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી, લોકોએ ઉડાવી મજાક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!